દબાણનો સારી રીતે સામનો કરી શકે છે હાલની ટીમ ઇન્ડિયા : સૌરવ ગાંગુલી

20 October, 2014 05:22 AM IST  | 

દબાણનો સારી રીતે સામનો કરી શકે છે હાલની ટીમ ઇન્ડિયા : સૌરવ ગાંગુલી

સાત દિગ્ગજોનાં સોનેરી સૂચનો : કેવી રીતે જીતશો વર્લ્ડ કપ? એ માટેની સલાહ જો ભૂતકાળમાં વર્લ્ડ કપ જીતનારા કૅપ્ટન કે ટીમના ખેલાડીઓ આપતા હોય તો એનું મહત્વ વધી જાય છે. નવી દિલ્હીમાં આજ તક ટીવી ન્યુઝ-ચૅનલ દ્વારા આયોજિત સલામ ક્રિકેટ ૨૦૧૪ નામના એક કૉન્ક્લેવમાં એક મંચ પર હાજર ક્લાઇવ લૉઇડ, કપિલ દેવ, એલન ર્બોડર, આમિર સોહેલ, અજુર્ન રણતુંગા, સ્ટીવ વૉ તથા રિકી પૉન્ટિંગ.



મૅચ દરમ્યાન દબાણની પરિસ્થિતિમાં ટીમ ઇન્ડિયાની હાલત કફોડી બની જાય છે એવો આરોપ મૂકવામાં આવે છે, પરંતુ ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી કહે છે કે ‘અત્યારની ટીમ અગાઉની સરખામણીમાં દબાણમાંથી બહાર નીકળવા માટે વધુ સક્ષમ છે. અમે ૨૦૦૩માં રિકી પૉન્ટિંગના નેતૃત્વવાળી સર્વશ્રેષ્ઠ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે હારી ગયા હતા, પરંતુ હાલની ભારતની ટીમ દબાણ સામે પાણીમાં બેસી નથી જતી. વળી ટીમ ઇન્ડિયાની કૅપ્ટન્સી સંભાળવી સહેલી વાત નથી, કારણ કે અમારી પાસેથી ઘણીબધી અપેક્ષાઓ રાખવામાં આવે છે.’

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન એલન ર્બોડરના મતે ક્રિકેટની આ સૌથી મોટી ટુર્નામેન્ટમાં દર ચાર વર્ષે તમને તમારી કુશળતા અને પ્રતિભા બતાવવાની તક મળે છે. ભારત પર ૨૦૧૧ની સફળતાનું પુનરાવર્તન કરવાનું દબાણ હશે. ૧૯૭૫ તથા ૧૯૭૯ની વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઇન્ડીઝની ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ક્લાઇવ લૉઇડના મતે તેમના પર પણ કૅરિબિયન સપનાંઓનું દબાણ રહેતું હતું. જે ટીમ દબાણમાં સારું રમે છે એ જીતે છે. શ્રીલંકાના કૅપ્ટન અજુર્ન રણતુંગાના મતે એવો સમય પણ આવે છે જ્યારે તમારા પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હોય છે.