પિન્કી પ્રામાણિક પુરુષ હોવાનું સાબિત થઈ ગયું

13 November, 2012 03:35 AM IST  | 

પિન્કી પ્રામાણિક પુરુષ હોવાનું સાબિત થઈ ગયું



કલકત્તા:


આવા પ્રકારની તબીબી ચકાસણી ક્રોમોસોમ પૅટર્ન ટેસ્ટ તરીકે ઓળખાય છે અને એનો રિપોર્ટ કલકત્તાની એક હૉસ્પિટલે કોર્ટને આપતાં પોલીસે પિન્કી સામેનું આરોપનામું ઘડ્યું હતું.

પિન્કીની લિવ-ઇન પાર્ટનર અનામિકા આચાર્યે જૂનમાં પોલીસને કહ્યું હતું કે પિન્કી પુરુષ છે અને તેણે મારા પર બળાત્કાર હતો તેમ જ પછીથી મને ધમકીઓ પણ આપી હતી. એ સમયે પિન્કીની ધરપકડ થઈ હતી, પરંતુ તે પુરુષ હોવાને લગતી કેટલીક હૉસ્પિટલોની ચકાસણીઓ અદાલતને નિષ્કર્ષ પર આવવા જેવી ન લાગી હોવાથી તેને જામીન આપવામાં આવ્યાં હતાં.