142 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટના ઇતિસાહમાં આવું પહેલીવાર બનશે, જાણો વિગતો

20 March, 2019 06:56 AM IST  |  દુબઈ

142 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટના ઇતિસાહમાં આવું પહેલીવાર બનશે, જાણો વિગતો

File Photo (PC : Sky Sports)

ટેસ્ટ ક્રિકેટના 142 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આ ઘટના બનવા જઇ રહી છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ટીમના ક્રિકેટરો હવે પહેલીવાર પોતાના નામ અને નંબર વાળી જર્સી પહેરીને મેદાન પર ઉતરશે. મળતી માહિતી મુજબ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) પણ આ અંગે વિચારી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આઇસીસી ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવા માટે કઇંકને કઇંક પ્રયાસો કરી રહ્યું છે.

ટેસ્ટ ક્રિકેટમાં રચાશે ઇતિહાસ

ટેસ્ટ ક્રિકેટમાં 142 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટરો ઇતિહાસમાં પહેલીવાર નામ અને નંબરવાળી જર્સી પહેરીને મેદાન પર ઉતરશે. બંને દેશ વચ્ચે 1 ઑગસ્ટના એજેબેસ્ટન ખાતે એશિઝનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બંને ટીમો વર્લ્ડકપ પછી સીધો એશિઝમાં ભાગ લેશે. ગયા વર્ષે તેઓ ઓસ્ટ્રેલિયા સામે 0-4થી હારી ગયા હતા.


આ પણ વાંચો : IPL 2019 : 5 મે સુધીનો લીગ મેચનો કાર્યક્રમ જાહેર


એશિઝથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત થશે
એશિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પહેલી સીરિઝ હશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોપ-
9 ટીમો 2019થી 2021 દરમિયાન એક-બીજા સામે પોઈન્ટ્સ માટે રમશે. આઈસીસી આ ચેમ્પિયનશિપની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓની જર્સી વન-ડેની જેમ નામ અને નંબરવાળી કરવાનું યોજના બનાવી રહ્યું છે. આમ કરવાથી પ્રેક્ષકો સરળતાથી ખેલાડીઓને ઓળખી શકશે.

1992માં વન-ડે મેચમાં નામ-નંબરવાળી જર્સીની શરૂઆત થઇ
જો વન-ડે ક્રિકેટની વાત કરીએ તો વર્ષ
1992ના વર્લ્ડકપથી ખેલાડીઓ નામવાળી જર્સી સાથે રમતા હતા.જયારે નંબર 1999ના વર્લ્ડકપથી ઉમેરવામાં આવ્યા હતા. 2003ની કાઉન્ટી ચેમ્પિયનશિપથી તેઓએ નામ અને નંબરવાળી જર્સીથી ટેસ્ટ રમવાનું શરૂ કર્યું હતું. વર્લ્ડની પ્રથમ ટેસ્ટ મેચ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ત્યારથી લઈને આજ સુધી ખેલાડીઓ હંમેશા પ્લેઇન વાઈટ ટી-શર્ટમાં જ મેદાને ઉતર્યા છે. આઈસીસીએ હજી આ નિણર્ય માટે સાઈન કરી નથી અને અમુક ટ્રેડિશનલ લોકો તેનો વિરોધ કરી શકે છે.

cricket news test cricket