ટેસ્ટ ક્રિકેટ અલ્ટિમેટ અને ચૅલેન્જિંગ છે : ક્રિસ ગેઇલ

24 June, 2020 02:32 PM IST  |  New Delhi | Agencies

ટેસ્ટ ક્રિકેટ અલ્ટિમેટ અને ચૅલેન્જિંગ છે : ક્રિસ ગેઇલ

ક્રિસ ગેઇલ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ધુઆંધાર પ્લેયર ક્રિસ ગેઇલનું કહેવું છે કે ટેસ્ટ ક્રિકેટ અલ્ટિમેટ અને ચૅલેન્જિંગ છે. વન-ડે અને ટી૨૦ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મૅચ રહે છે, પરંતુ હજી પણ ટેસ્ટ મૅચનો ચાર્મ યથાવત્ છે. આ વિશે વાત કરતાં ગેઇલે કહ્યું કે ‘હું ચોક્કસપણે કહી શકું છું કે ટેસ્ટ ક્રિકેટ અલ્ટિમેટ છે, પણ પાંચ દિવસ સતત ક્રિકેટ રમવાનું હોવાથી એ ઘણું ચૅલેન્જિંગ પણ છે. ટેસ્ટ ક્રિકેટ તમારી સારી એવી ટેસ્ટ લે છે. દિવસરાત ટેસ્ટ ક્રિકેટ તમને ડિસિપ્લિનમાં રહેતાં શીખવે છે. તમે જ્યારે સ્ટ્રગલ કરી રહ્યા હો ત્યારે કપરી પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું એ પણ ટેસ્ટ ક્રિકેટ તમને શીખવાડે છે. માટે મારું કહેવું છે કે યુવાઓએ પોતાની સ્કિલ અને માનસિક ક્ષમતા જો ચકાસવી હોય તો ટેસ્ટ ક્રિકેટ રમવું જોઈએ. તમે જેકંઈ કરો છો એને સંપૂર્ણપણે સમર્પિત થાઓ. આ વાત માત્ર ક્રિકેટમાં જ નહીં, કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડે છે. યાદ રાખો કે જ્યારે એક વસ્તુ કામ નથી કરતી ત્યારે બીજી વસ્તુ એવી હોય છે જે કામ કરી જાય છે માટે મનદુઃખ કરીને બેસી રહેવાથી કાંઈ વળતું નથી.

west indies chris gayle cricket news sports news