સચિન ખરાબ ફૉર્મમાં, પણ નિવૃત્તિના નિર્ણયનો હક તેને જ : ગાંગુલી

27 November, 2012 06:23 AM IST  | 

સચિન ખરાબ ફૉર્મમાં, પણ નિવૃત્તિના નિર્ણયનો હક તેને જ : ગાંગુલી



માસ્ટર બ્લાસ્ટરને બેનિફિટ ઑફ ડાઉટ આપવાના ઉદેશ સાથે ગાંગુલીએ કહ્યું હતું કે ‘સચિનનું ફૉર્મ અત્યારે અત્યંત ખરાબ હાલતમાં છે. તે તેના સિવાય ટીમના બીજા બધા બૅટ્સમેનો ફૉર્મમાં છે. જોકે મને લાગે છે કે સિલેક્ટરો કે ક્રિકેટ બોર્ડમાંથી કોઈ વ્યક્તિ સચિન સાથે બેસીને તેની કરીઅરના ભાવિ વિશે ચર્ચા નહીં કરે. માત્ર સચિનને જ પોતાની કારકિર્દી વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તે મહાન બૅટ્સમૅન છે અને કોઈ પણ પ્લેયર મોટી ઉંમરનો થાય ત્યારે તેનામાં પચીસ વર્ષના ખેલાડી જેવી ક્ષમતા તો ન જ હોય, પરંતુ તે કાબેલિયતની બાબતમાં બીજી કુશળતાઓથી સરભર કરી લેતો હોય છે. આપણે આશા રાખીએ કે સચિન છેલ્લી બે ટેસ્ટમાં પાછો ફૉર્મમાં આવી જાય.’