પૉન્ટિંગનો શિકાર મને સૌથી વધુ ગમ્યો : ઉમેશ

27 December, 2011 05:35 AM IST  | 

પૉન્ટિંગનો શિકાર મને સૌથી વધુ ગમ્યો : ઉમેશ

 

મેલબર્ન: તેની ગઈ કાલની ત્રણ વિકેટો વિશે પૂછવામાં આવતાં તેણે ફટ દઈને કહી દીધું હતું કે રિકી પૉન્ટિંગની વિકેટને હું ક્યારેય નહીં ભૂલું.

ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦)ના પ્રથમ દિવસે પહેલી ત્રણેય વિકેટ ઉમેશે લીધી હતી. તેણે પૉન્ટિંગની પહેલાં ડેવિડ વૉર્નર અને શૉન માર્શને પણ આઉટ કર્યા હતા. જોકે ઉમેશે ૨૦ ઓવરમાં કુલ ૯૬ રન આપવા પડ્યા હતા.

૨૪ વર્ષના ઉમેશની આ ત્રીજી જ ટેસ્ટમૅચ છે અને એમાં તેણે ટેસ્ટજગતમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં સચિન તેન્ડુલકર તથા રાહુલ દ્રવિડ પછી આવતા પૉન્ટિંગની વિકેટ લીધી છે. ઉમેશે ગઈ કાલની રમત પછી કહ્યું હતું કે ‘હું ત્રણેય વિકેટને સ્પેશ્યલ ગણું છું, પરંતુ પૉન્ટિંગની વિકેટથી મને સૌથી વધુ સંતોષ થયો છે.

ઉમેશે પોતાની વિકેટોની વાત કરવાની સાથે સચિન તેન્ડુલકરનો ઉલ્લેખ પણ કયોર્ હતો. ઉમેશે કહ્યું હતું કે સચિન મને મારા સ્પેલ દરમ્યાન સતત માગદર્શન આપતો રહ્યો હતો અને મારો ઉત્સાહ વધારતો રહ્યો હતો.

નંબર-ગેમ



રિકી પૉન્ટિંગ ટેસ્ટજગતના સૌથી જૂના મેલબર્નના મેદાન પર સૌથી વધુ રન કરનારાઓમાં આટલામા નંબરે થઈ ગયો છે. તેણે આ ગ્રાઉન્ડ પર ૧૨૭૮ રન બનાવ્યા છે. બ્રૅડમૅન ૧૬૭૧ સાથે મોખરે અને સ્ટીવ વૉ ૧૨૮૪ સાથે બીજા નંબરે છે

૧૨

માઇક હસીનો ગઈ કાલે ટેસ્ટમાં આટલામો ઝીરો જોવા મળ્યો હતો. ૨૦૦૮ની સાલથી અત્યાર સુધીમાં તેના કિસ્સામાં આવું જે બન્યું છે એવું કિવી પેસબોલર ક્રિસ માર્ટિન સાથે પણ બન્યું છે

૭૦,૦૬૮


ગઈ કાલે બૉક્સિંગ ડેથી મેલબર્નમાં શરૂ થયેલી ટેસ્ટમૅચ દરમ્યાન આટલા પ્રેક્ષકોની હાજરી હતી

સ્કોર-ર્બોડ

ઑસ્ટ્રેલિયા : પ્રથમ દાવ

૬ વિકેટે ૨૭૭ રન (કૉવન ૬૮, પૉન્ટિંગ ૬૨, વૉર્નર ૩૭, ક્લાર્ક ૩૧, માર્શ ૦, હસી ૦, સીડલ ૩૪ નૉટઆઉટ, હૅડિન ૨૧ નૉટઆઉટ, ઉમેશ ૯૬ રનમાં ત્રણ, ઝહીર ૪૯ રનમાં બે અને અશ્વિન ૭૧ રનમાં એક વિકેટ, ઇશાન્ત ૪૦ રનમાં એકેય વિકેટ નહીં)

ટૉસ : ઑસ્ટ્રેલિયા