09 October, 2026 07:30 PM IST | Johannesburg | Gujarati Mid-day Correspondent
કાયરન પોલાર્ડ અને જેસન રોલ્સ
સાઉથ આફ્રિકાની SA20 લીગની પાંચમી સીઝનના ઑક્શનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ૩૯ વર્ષનો કૅરિબિયન ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડ MI ફ્રૅન્ચાઇઝીને બદલે સુપર કિંગ્સ માટે રમતો જોવા મળશે.
મુંબઈ ઇન્ડિયન્સની માલિકીની MI કેપ ટાઉન, MI ન્યુ યૉર્ક અને MI ન્યુ યૉર્ક જેવી ટીમો માટે વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર કાયરન પોલાર્ડને જોબર્ગ સુપર કિંગ્સે ૧.૫ મિલ્યન રૅન્ડ એટલે કે ૮૭.૧૨ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસીને ૧.૫૬ કરોડ રૂપિયામાં ખરીદીને ટીમમાં પાછો મેળવી લીધો હતો.
સૌથી મોટી બોલી સાઉથ આફ્રિકાના અન્ડર-19 ટીમના ૧૮ વર્ષના ઑલરાઉન્ડર જેસન રોલ્સ પર લાગી હતી. જોબર્ગ સુપર કિંગ્સે તેને ૧.૬૮ કરોડ રૂપિયામાં ખરીદીને વર્તમાન ઑક્શનનો સૌથી મોંઘો પ્લેયર બનાવી દીધો હતો. MI કેપ ટાઉને શિમરન હૅટમાયર (૮૭.૧૯ લાખ), વિઆન મુલ્ડર (૧.૫૧ કરોડ), ટ્રેન્ટ બોલ્ટ (૮૭.૧૯ લાખ)ને ખરીદવામાં સફળતા મેળવી હતી.