ટેક્નૉલૉજીએ અમને મદદ ન કરી

21 May, 2022 02:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવાદાસ્પદ એલબીડબ્લ્યુ મામલે હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા, તો ડ્રેસિંગરૂમમાં તોડફોડ કરવા બદલ વેડને ક્રિકેટ બોર્ડે આપી ચેતવણી

ટેક્નૉલૉજીએ અમને મદદ ન કરી

ગુજરાત-બૅન્ગલોર વચ્ચે ગુરુવારે રમાયેલી મૅચમાં મૅથ્યુ વેડને એલબીડબ્લ્યુ આઉટ આપવામાં આવ્યો હતો. આઉટ થયા બાદ તે ડ્રેસિંગરૂમમાં પહોંચ્યો અને ગુસ્સામાં પોતાની હેલ્મેટ ડ્રેસિંગરૂમમાં ફેંકી તથા બૅટને પછાડી હતી. મૅચમાં ગ્લેન મૅક્સવેલના બૉલમાં વેડ આઉટ થવાને લઈને કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે ટેક્નૉલૉજીનો ફાયદો અમને મળ્યો નથી. અલ્ટ્રાએજથી ખબર પડતી નહોતી કે બૉલ બૅટને અડીને ગયો હતો. અલ્ટ્રાએજમાં થોડો બદલાવ હતો, પરંતુ મોટા પડદા પર એ દેખાતો નહોતો. ટેક્નૉલૉજી મદદ ન કરે તો કોણ મદદ કરે? વેડ આ નિર્ણયથી નારાજ હતો, કારણ કે તેને ખબર હતી કે બૉલ તેના બૅટને અડ્યા પછી પૅડને અડ્યો હતો એથી એણે તરત ડીઆરએસ પણ લીધો હતો, પણ એનો ફાયદો નહોતો થયો. વિરાટ કોહલીએ તેને આશ્વાસન પણ આપ્યું હતું. જોકે ડ્રેસિંગરૂમમાં હેલ્મેટ ફેંકી દેવા બદલ તથા બૅટ પછાડવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડે તેને ચેતવણી આપી હતી. 

sports news cricket news gujarat titans