વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નંબર વન બની રહેવા કમર કસશે વિરાટસેના

14 November, 2019 11:08 AM IST  |  Mumbai

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં નંબર વન બની રહેવા કમર કસશે વિરાટસેના

ટીમ ઈન્ડિયા છે તૈયાર...

ટી૨૦ સિરીઝમાં બંગલા દેશને ૨-૧થી માત આપ્યા બાદ આજથી ભારત અને બંગલા દેશની ટીમ પહેલી ટેસ્ટ મૅચમાં આમને-સામને રમશે. ઇન્દોરમાં રમાનારી આ ટેસ્ટ મૅચ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપે રમાશે. સાઉથ આફ્રિકાને ત્રણ ટેસ્ટ મૅચોની સિરીઝમાં માત આપીને ૨૪૦ પૉઇન્ટ્સ સાથે નંબર વન પર પહોંચનારી ટીમ ઇન્ડિયા પોતાનું સ્થાન બનાવી રાખવા પ્રયત્ન કરશે.
ટી૨૦ સિરીઝમાં આરામ કરનાર કૅપ્ટન વિરાટ કોહલી આ ટેસ્ટ-સિરીઝમાં ટીમનું સુકાનપદ સંભાળશે. આ ટેસ્ટ-સિરીઝમાં પણ ભારત રોહિત શર્મા અને મયંક અગરવાલની સફળ જોડીને ઓપનિંગ કરવા મોકલશે. પાછલા મહિને રમાયેલી ટેસ્ટ-સિરીઝમાં તેમણે શાનદાર પર્ફોર્મ નોંધાવ્યું હતું. આ પ્લેયર ઉપરાંત ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે સારા ફૉર્મમાં હોવાથી હરીફ ટીમને ચિંતામાં મૂકી શકે છે. વિકેટકીપર તરીકેની જવાબદારી રિષભ પંતના બદલે વૃદ્ધિમાન સહાને મળવાની સંભાવના છે.
સામા પક્ષે શાકિબ-અલ-હલન અને તમિમ ઇકબાલ વગર રમી રહેલી બંગલા દેશની ટીમ પોતાના યુવા પ્લેયરોને આ ટેસ્ટ-સિરીઝમાં રમાડી શકે છે. મોમિનુલ હકના નેતૃત્વમાં મહેમાન ટીમ ભારતીય ટીમને ટક્કર આપવાનો ભરપૂર પ્રયાસ કરશે, પણ એમાં તે કેટલા સફળ થાય છે એ તો મૅચ શરૂ થયા બાદ જ ખબર પડશે.

bangladesh sports news