ધોનીનો પાવરફુલ પંચ અને સુપર-સિક્સર

26 October, 2011 07:26 PM IST  | 

ધોનીનો પાવરફુલ પંચ અને સુપર-સિક્સર

 

 

અનંત ગવંડળકર

 

મુંબઈ, તા. ૨૬

 

ગઈ કાલે ઇંગ્લૅન્ડે ૨૭૨નો ટાગેર્ટ મેળવતી વખતે ૧૨૯મા રન સુધીમાં એકેય વિકેટ નહોતી ગુમાવી, પરંતુ પછી ધબડકો થતાં ટીમ ૧૭૬ રનમાં ઑલઆઉટ થઈ હતી. ૧૦૦ બૉલ અને ૪૭ રનમાં ૧૦ વિકેટ પડી ગઈ હતી.

સિરીઝના અંતે વિરાટ કોહલી (૨૭૦ રન) અને રવીન્દ્ર જાડેજા (૧૧ વિકેટ) મોખરે હતા.

 

રૅન્કિંગ્સમાં ભારત ત્રીજું

 

ભારત ૫-૦ની જીતથી ટેસ્ટની જેમ વન-ડેના રૅન્કિંગ્સમાં પણ ત્રીજા નંબરે આવી ગયું છે : (૧) ઑસ્ટ્રેલિયા-૧૨૯ પૉઇન્ટ (૨) શ્રીલંકા-૧૧૯ પૉઇન્ટ અને (૩) ભારત-૧૧૮ પૉઇન્ટ.

એકમાત્ર  શનિવારે શનિવારે કલકત્તામાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે એકમાત્ર  મૅચ (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર સાંજે ૬.૩૦) રમાશે.

 

પીટરસનના તૂટેલા અંગૂઠા પર ઈજા

 

કેવિન પીટરસનને રવિવારની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ડાબા હાથના અંગૂઠા પર બૉલ વાગતાં ફ્રૅક્ચર થયું હતું. જોકે સોમવારના પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન તે મેદાન પર ઊભો હતો ત્યારે એક પ્લેયરના ખરાબ થ્રોમાં બૉલ તેના એ જ અંગૂઠા પર પડતાં તેની ઇન્જરી વધી ગઈ હતી.