ક્રિકેટ પર કોરોનાની અસર, BCCIએ કેન્સલ કર્યા આગામી બે પ્રવાસ

12 June, 2020 06:41 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટ પર કોરોનાની અસર, BCCIએ કેન્સલ કર્યા આગામી બે પ્રવાસ

ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ એટલે કે બીસીસીઆઇએ શુક્રવારે 12 જૂનના બપોરે એક મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈએ ભારતીય ટીમની આગામી બે ટ્રિપ આગામી આદેશ સુધી ટાળી દીધી છે. ભારતીય ક્રિકેટ બૉર્ડે કહ્યું કે વિરાટ કોહલીની કૅપ્ટનશિપવાળી ભારતીય ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે કોરોના વાયરસ મહામારીને કારણે નહીં જાય. આ પહેલા શ્રીલંકાના પ્રવાસ કેન્સલ થવાની પુષ્ટિ પોતે શ્રીલંકા ક્રિકેટ બૉર્જે કરી હતી.

હકીકતે, ભારતીય ટીમને શ્રીલંકાના પ્રવાસ પર ત્રણ મેચની વનડે સીરિઝ અને એટલી જ મેચની ટી20 ઇન્ટરનેશનલ સીરિઝ રમવા માટે 24 જૂન 2020ના પાડોશી દેશ જવાનું હતું, જ્યારે 22 ઑગસ્ટના ઝિમ્બાબ્વેમાં ભારતીય ટીમે ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની હતી, પણ કોવિડ-19 મહામારીને કારણે બીસીસીઆઈએ આ પ્રવાસને હાલ રદ કરી દીધા છે, કારણકે ભારતીય ખેલાડીઓએ હદી પ્રેક્ટિસ કરવાની પણ શરૂ નથી કરી.

બીસીસીઆઈએ શુક્રવારે નવી મીડિયા રિલીઝ જાહેર કરતાં કહ્યું કે જેમ 17મેની પ્રેસ રિલીઝમાં કહ્યું હતું કે બીસીસીઆઈ સૌથી પહેલા પોતોના કૉન્ટ્રેક્ટેડ ખેલાડીઓ માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત થાય પછી જ આઉટડોર એક કેમ્પનું આયોજન કરશે, બૉર્ડ હજી પણ આ બાબતે અડગ છે. BCCI આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટને ફરીથી શરૂ કરવાની દિશામાં પગલું લેવામાં દ્રઢ છે, પણ બૉર્ડ કોઇપણ નિર્ણયમાં ઉતાવળ નહીં કરે, જો કેન્દ્ર અને રાજ્ય સરકારો અને ઘણી અન્ય સંબંધિત એજન્સીઓ દ્વારા કોરોનાવાયરસના પ્રસારને અટકાવવાના પ્રયત્નોને જોખમમાં મૂકે.

બીસીસીઆઇના અધિકારી ભારત સરકાર દ્વારા જાહેર સલાહ-પત્રો પર ધ્યાન આપતા રહે અને બોર્ડ જાહેર પ્રતિબંધ અને દિશાનિર્દેશોનું સંપૂર્ણ રીતે પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. બીસીસીઆઈ બદલાઈ રહેલી પરિસ્થિતિનું અધ્યયન અને મૂલ્યાંકન કરવાનું જાળવી રાખશે. બીસીસીઆઈ દ્વિપક્ષી. સીરિઝ જ નહીં, પણ વિશ્વની સૌથી મોંઘી ટી-20 લીગ એટલે કે આઇપીએલની 13મી સીઝનના આયોજન માટે પ્રતિબદ્ધ છે, જે પહેલાથી જ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી ચૂકી છે.

cricket news sports sports news board of control for cricket in india