ભારતીય પ્લેયરોએ વૉર્મ-અપ મૅચમાં કરી બૅટિંગ-પ્રૅક્ટિસ

27 June, 2014 06:14 AM IST  | 

ભારતીય પ્લેયરોએ વૉર્મ-અપ મૅચમાં કરી બૅટિંગ-પ્રૅક્ટિસ


અજિંક્ય રહાણે ૪૭ તથા રોહિત શર્મા ૪૩ રન કરીને ક્રીઝ પર છે. આમ પોતાની પહેલી જ વૉર્મ-અપ મૅચમાં તમામ ભારતીય ખેલાડીઓએ ઘણી બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. ઓપનર શિખર ધવને ૧૦૦ બૉલમાં ૬૦ રન બનાવ્યા હતા, પરંતુ આતિફ શેખની એક શૉર્ટ ડિલિવરી તેને જમણા હાથમાં વાગતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો. ટેસ્ટ-સિરીઝને ધ્યાનમાં રાખીને ફિઝિયો કોઈ જોખમ લેવા માગતા નહોતા એટલે તેમણે ધવનને આરામ કરવાની સલાહ આપી હતી. ઓપનર મુરલી વિજય ૨૦ રને આઉટ થતાં રમતમાં આવેલો ગૌતમ ગંભીર પણ ૫૪ રન બનાવ્યા બાદ રિટાયર્ડ આઉટ અને ચેતેશ્વર પુજારા પણ ૫૭ રન કરીને રિટાયર્ડ આઉટ થયો હતો. લેસ્ટરશર ટીમનો બોલિંગ-અટૅક કોઈ પણ રીતે ભારતીય ખેલાડીઓને પરેશાન કરી શક્યો નહોતો.