ટીમ ઇન્ડિયા એક અલગ લેવલ પર છે : શોએબ અખ્તર

13 November, 2019 12:56 PM IST  |  Mumbai

ટીમ ઇન્ડિયા એક અલગ લેવલ પર છે : શોએબ અખ્તર

શોએબ અખ્તર

(આઇ.એ.એન.એસ.) બાંગ્લાદેશ સામેની પહેલી ટી૨૦ મૅચ હાર્યા બાદ જે પ્રમાણે ટીમ ઇન્ડિયાએ સિરીઝમાં કમબૅક કરીને પોતાના નામે કરી હતી એને લીધે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી છે. આ મામલે અખ્તરે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ એ સાબિત કરી દીધું છે કે એ આ મૅચમાં બૉસ છે. પહેલી મૅચ ગુમાવ્યા બાદ ભારતે ઘણી સારી રીતે કમબૅક કર્યું હતું. રોહિત શર્મા એક શાનદાર અને ટૅલન્ટેડ પ્લેયર છે. સિરીઝ ૧-૧થી બરાબર થયા બાદ છેલ્લી મૅચ જોવાનો એક અલગ જ રોમાંચ હતો. ભારત એમાં ઘણી સારી ગેમ રમ્યું હતું. બંગલા દેશની ટીમમાં કોઈ વિશેષ વાત નહોતી. દીપક ચાહર મીડિયમ પેસર અને સીમ બોલરનું મિશ્રણ છે. તેણે ઘણી સારી બોલિંગ કરી હતી. ખરું કહું તો ટીમ ઇન્ડિયા એક અલગ જ લેવલ પર છે.

cricket news pakistan