ભારત સામે સોમવારે શરૂ થતી પ્રથમ ટેસ્ટ માટેના ૧૩ કાંગારૂઓનાં નામ જાહેર

22 December, 2011 04:19 AM IST  | 

ભારત સામે સોમવારે શરૂ થતી પ્રથમ ટેસ્ટ માટેના ૧૩ કાંગારૂઓનાં નામ જાહેર


મેલબૉર્ન:  સોમવારે ભારત સામે મેલબૉર્નમાં શરૂ થતી પ્રથમ ટેસ્ટમૅચ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં ગઈ કાલે સ્થાન પામનાર ૨૯ વર્ષનો ઓપનિંગ બૅટ્સમૅન એડ કૉવન તેના ગુરુ અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ-લેખક પીટર રૉબકના મૃત્યુના દિવસથી પુષ્કળ રન બનાવવા લાગ્યો છે.રૉબકે પાંચ અઠવાડિયા પહેલાં સાઉથ આફ્રિકાની એક હોટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. એ બનાવના સમાચાર સાંભળીને કૉવન એટલા ઊંડા આઘાતમાં ડૂબી ગયો હતો કે તેણે તેના આ માર્ગદર્શકે બતાવેલી ગુરુચાવીઓને બરાબર યાદ કરી લઈને દરેક મૅચમાં સારું પફોર્ર્મ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ દિવસથી માંડીને મંગળવાર સુધીમાં તે કુલ ૯ મૅચ રમ્યો હતો જેમાં તેણે ૭૮૩ રન બનાવ્યા હતા.


રૉબકના મૃત્યુના દિવસે ૯૧ રન
૧૨ નવેમ્બરે રૉબકનું મૃત્યુ થયું હતું. એ દિવસે કૉવને પોતાના રાજ્ય તાસ્માનિયાની એક ડોમેસ્ટિક મૅચમાં ૧૦૩ બૉલમાં અણનમ ૯૧ રન બનાવ્યા હતા. કૉવને ગઈ કાલે ઑસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન મYયું ત્યાર બાદ કહ્યું હતું કે ‘ક્યારેક કોઈ દુખદ ઘટના સાંભળીને કંઈક સ્પેશ્યલ કરી બતાવવાનો જોશ આવી જતો હોય છે. મારા કિસ્સામાં આવું જ બન્યું હતું. એ દિવસથી બૅટિંગમાં હું ગજબની એકાગ્રતા રાખવા લાગ્યો છું. આજે હું જે કંઈ છું એ રૉબકસરને કારણે જ છું.’રૉબક હોમોસેક્સ્યુઅલ હતા અને તેમણે પોતાના કેટલાક સ્ટુડન્ટ્સ પાસે તેમની ઇચ્છા વિરુદ્ધની માગણી કરી હોવાનો તેમના પર આરોપ હતો.


બૅન્કમાં નોકરી કરી છે

એડ કૉવને ૨૦૦૩થી અત્યાર સુધીમાં પંચાવન ફસ્ર્ટ-ક્લાસ મૅચોમાં ૩૯.૯૭ની બૅટિંગ-ઍવરેજે ૧૨ સેન્ચુરી અને ૧૧ હાફ સેન્ચુરી સાથે ૩૬૭૮ રન બનાવ્યા છે. તેણે રમવાની સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું હતું. તે કૉમર્સની ડિગ્રી ધરાવે છે. થોડા વષોર્ પહેલાં તે એક ઇન્વેસ્ટમેન્ટ બૅન્કમાં ઍનલિસ્ટ હતો. તેણે માસ્ટર્સ ઇન અપ્લાઇડ ફાયનૅન્સનો પણ કોર્સ કયોર્ છે.


છેલ્લા ૩૫ દિવસમાં ૪ સેન્ચુરી

એડ કૉવન ૧૭ નવેમ્બરથી ગઈ કાલ સુધીમાં એટલે છેલ્લા ૩૫ દિવસ દરમ્યાન ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટની મૅચોમાં કુલ ચાર સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. એમાંની એક સદી મંગળવારે કૅનબેરાની બીજી પ્રૅક્ટિસ-મૅચમાં કરી હતી. તે છેલ્લા ૩૫ દિવસમાં બે વખત સદી કર્યા પછી નૉટઆઉટ રહ્યો હતો અને એક મૅચમાં ૯ રન માટે સેન્ચુરી ચૂકી ગયો હતો. તે ૩૫ દિવસમાં ૯ મૅચ રમ્યો હતો જેમાં તેણે ૭૮૩ રન બનાવ્યા હતા.


વૉર્નર સાથે જોડી જમાવી હતી
મહિના પહેલાં બ્રિસ્બેનમાં ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રૅક્ટિસ-મૅચમાં કૉવન ઓપનિંગમાં ડેવિડ વૉર્નર સાથેની જોડીમાં રમ્યો હતો. તેમની વચ્ચે ૯૧ રનની ભાગીદારી થઈ હતી. વૉર્નર તો ૬૫ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ કૉવને પચીસ ફોરની મદદથી ૧૪૫ રન બનાવ્યા હતા. સોમવારે શરૂ થતી ટેસ્ટમાં વૉર્નર અને કૉવન ઇનિંગ્સની શરૂઆત કરશે.

ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-ટીમ


માઇકલ ક્લાર્ક (કૅપ્ટન), એડ કૉવન, ડેવિડ વૉર્નર, શૉન માર્શ, રિકી પૉન્ટિંગ, માઇક હસી, ડેનિયલ ક્રિãયન, બ્રૅડ હૅડિન, પીટર સીડલ, જેમ્સ પૅટિન્સન, બેન હિલ્ફેનહાઉસ, મિચલ સ્ટાર્ક અને નૅથન લીઓન.
(નોંધ : એડ કૉવન અને શૉન માર્શને ફિલિપ હ્યુઝ તથા ઉસ્માન ખ્વાજાને બદલે લેવામાં આવ્યા છે. શેન વૉટ્સન અને ફાસ્ટ બોલર રાયન હૅરિસ પૂરા ફિટ ન હોવાથી ટીમમાં નથી. હૅરિસને બદલે બેન હિલ્ફેનહાઉસને સ્થાન મYયું છે)