રૉસ ટેલરની સેન્ચુરી છતાં ટેસ્ટ-મૅચ ડ્રૉ ખેંચવામાં પાકિસ્તાની બૅટ્સમેનો સફળ

22 November, 2014 06:26 AM IST  | 

રૉસ ટેલરની સેન્ચુરી છતાં ટેસ્ટ-મૅચ ડ્રૉ ખેંચવામાં પાકિસ્તાની બૅટ્સમેનો સફળ


લંચ પછી પાંચ રનમાં ત્રણ વિકેટ ગુમાવવા છતાં પાકિસ્તાન મૅચ ડ્રૉ કરાવવામાં સફળ થયું હતું અને પરિણામે સિરીઝમાં એ ૧-૦ની લીડ સાથે શારજાહમાં ન્યુ ઝીલૅન્ડ સામે છેલ્લી ટેસ્ટ-મૅચ રમશે. એક સમયે પાકિસ્તાન ૭૦ રને ૧ વિકેટ પર હતું અને ૭૫ રનમાં એ ૪ વિકેટ ગુમાવી ચૂક્યું હતું, પરંતુ ત્યાર બાદ યુનુસ ખાન અને સરફરાઝ અહેમદ વચ્ચે થયેલી પાર્ટનરશિપે કિવી બોલરોને ફાવવા નહોતા દીધા. મૅચનો સમય પૂરો થયો ત્યારે પાકિસ્તાન પાંચ વિકેટે ૧૯૬ રન બનાવી શક્યું હતું.

ન્યુ ઝીલૅન્ડે લંચ પહેલાં દાવ ડિક્લેર કરીને પાકિસ્તાનને ૭૨ ઓïવરમાં ૨૬૧ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સવારે ન્યુ ઝીલૅન્ડે ૬ વિકેટે ૧૬૭ રનથી રમવાનું શરૂ કર્યું હતું. રૉસ ટેલરે ૧૦૪ રન કરતાં તેને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યુ ઝીલૅન્ડે ૯ વિકેટે ૨૫૦ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. તેને પહેલી ઇનિંગ્સની ૧૦ રનની લીડ મળી હતી. ન્યુ ઝીલૅન્ડના ટેરન્ટ બોલ્ટે ૧૦ ઓવરમાં ૧૨ રન આપીને બે અને ક્રેગે ૬૬ રન આપીને બે વિકેટ લીધી હતી.