જોઈ લો પૉન્ટિંગે સૌથી વધુ ઉપયોગમાં લીધેલી બૅટને

21 May, 2020 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોઈ લો પૉન્ટિંગે સૌથી વધુ ઉપયોગમાં લીધેલી બૅટને

બૅટ

રિકી પૉન્ટિંગે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાની બૅટનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરીને તેણે માહિતી આપી હતી કે આ બૅટ તેણે પોતાના ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધારે વાર વાપર્યું છે. પૉન્ટિંગે કહ્યું કે ‘આ બૅબી દ્વારા મેં પાંચ ઇન્ટરનૅશનલ સેન્ચુરી બનાવી છે જેમાંથી ચાર તો સાઉથ આફ્રિકા સામે છે. મારી સોમી ટેસ્ટમાં આ બૅટ વડે મેં ૧૨૦ અને ૧૪૩ નૉટ આઉટ રન બનાવ્યા હતા અને વેન્ડરર્સમાં રમાયેલી ફેમસ ૪૩૪ વર્સીસ ૪૩૮ રનની વનડે મૅચમાં ૧૬૪ રન બનાવ્યા હતા. આ બૅટ વડે હું સૌથી વધારે વાર ક્રિકેટ રમ્યો છું.’

ricky ponting cricket news sports news