સૅમસનમાં છે આત્મવિશ્વાસ અને ફૉર્મનો અભાવ, વર્લ્ડ કપમાં રિસ્ક ન લઈ શકાય : સુનીલ ગાવસકર

02 February, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ ગાવસકરે કહ્યું છે કે, હવે ઈશાન કિશનની ઇનિંગ્સ અને તિલક વર્માની વાપસીની શક્યતા સાથે બૅટિંગક્રમ સ્થિર લાગે છે

ઇશાન કિશન, સંજુ સૅમસન

T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ભારતના મનપસંદ વિકેટકીપર તરીકે ઈશાન કિશન લગભગ સંજુ સૅમસનથી આગળ નીકળી ગયો છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે પણ વર્લ્ડ કપની પ્લેઇંગ ઇલેવનમાં સંજુના સમાવેશ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

સુનીલ ગાવસકરે કહ્યું છે કે ‘મને લાગે છે કે પસંદગી સમિતિ એકદમ સ્પષ્ટ હતી. સંજુ સૅમસનને બધી તકો અપાઈ, પરંતુ હવે ઈશાન કિશનની ઇનિંગ્સ અને તિલક વર્માની વાપસીની શક્યતા સાથે બૅટિંગક્રમ સ્થિર લાગે છે. સંજુને પ્લેઇંગ ઇલેવનમાંથી છોડી દેવો ખરેખર મુશ્કેલ છે. તે ફૉર્મમાં નથી અને તેનો પોતાની ક્ષમતા સાથે કોઈ સંબંધ નથી. તમે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં રિસ્ક ન લઈ શકો. તેને પાંચ મૅચ આપ્યા પછી તેનો સર્વોચ્ચ સ્કોર ૨૪ રન રહ્યો. તે વિચિત્ર રીતે આઉટ થાય છે. તેનામાં ચોક્કસપણે આત્મવિશ્વાસનો અભાવ છે. મને નથી લાગતું કે સંજુ સૅમસન વર્લ્ડ કપની શરૂઆતની પ્લેઇંગ ઇલેવનનો ભાગ હશે.’ 

T20 સિરીઝમાં સંજુ સૅમસનનું પ્રદર્શન

મૅચ

રન

૪૬

ઍવરેજ

૯.૨૦

સ્ટ્રાઇક રેટ

૧૩૫.૨૯

ફોર

સિક્સ

 

T20 સિરીઝમાં ઈશાન કિશનનું પ્રદર્શન

મૅચ

રન

૨૧૫

ઍવરેજ

૫૩.૭૫

સ્ટ્રાઇક રેટ

૨૩૧.૧૮

ફોર

૨૨

સિક્સ

૧૬

કંગાળ પ્રદર્શન બાદ X પર થૅન્ક યુ સંજુ સૅમસન ટ્રેન્ડ થયું

શનિવારે તિરુવનંતપુરમમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડની પાંચમી મૅચ બાદ સંજુ સૅમસનને સોશ્યલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. સંજુ સૅમસન ૬ રન બનાવીને પોતાના ઘરઆંગણાના દર્શકો સામે આઉટ થયો હતો. કેરલાના આ સ્ટાર પ્લેયરે સિરીઝમાં કુલ ૪૬ રન બનાવ્યા હતા એને કારણે ક્રિકેટ-ફૅન્સે શનિવારની મૅચને તેની ફેરવેલ મૅચ ગણાવી હતી અને X પર ‘થૅન્ક યુ સંજુ સૅમસન’ પોસ્ટ ટ્રેન્ડ થઈ છે. ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ પહેલાં ખરાબ ફૉર્મને લીધે શુભમન ગિલના સ્થાને સંજુ સૅમસનનો વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 

sunil gavaskar sanju samson ishan kishan t20 world cup t20 international indian indian cricket team team india cricket news sports sports news