સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય લેશે એનું ખેલાડીઓ પાલન કરશે : પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગા

03 February, 2026 12:04 PM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

તેણે વધુમાં કહ્યું હતું કે અમારી પાસે ૩ વધુ ગ્રુપ-મૅચ છે એટલે અમે એ બધી જીતવાનો અને આગામી રાઉન્ડ માટે ક્વૉલિફાય થવાનો પ્રયાસ કરીશું

પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગા

પાકિસ્તાનના કૅપ્ટન સલમાન અલી આગાએ ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીત્યા બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેને ભારત સામેની વર્લ્ડ કપ મૅચના બહિષ્કાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘અમે બોર્ડ સાથે કરાર હેઠળના ખેલાડીઓ છીએ અને અમારી સરકાર અને બોર્ડે જે પણ નિર્ણય લીધો છે એનાથી બધા ખેલાડીઓ સંમત છે.’

તેણે વધુમાં કહ્યું હતું કે અમારી પાસે ૩ વધુ ગ્રુપ-મૅચ છે એટલે અમે એ બધી જીતવાનો અને આગામી રાઉન્ડ માટે ક્વૉલિફાય થવાનો પ્રયાસ કરીશું. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાન સિવાય નામિબિયા, અમેરિકા, નેધરલૅન્ડ્સ પણ સામેલ છે. જોકે ભારત સામેની મૅચના બહિષ્કારને કારણે પાકિસ્તાન મૅચના બે પૉઇન્ટ ગુમાવશે અને એના નેટ રન-રેટ પર નકારાત્મક અસર થશે. T20 વર્લ્ડ કપ 2024ની જેમ અમેરિકા પાકિસ્તાનને હરાવશે તો પાકિસ્તાની ટીમના પ્લાન પર પાણી પણ ફરી શકે છે.

t20 world cup pakistan india indian cricket team team india cricket news sports sports news