પાકિસ્તાનમાં T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની હિંમત નથી : અજિંક્ય રહાણે

30 January, 2026 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ 2026માંથી બંગલાદેશની ટીમ પોતાની જીદને કારણે બહાર થઈ એ પછી પાકિસ્તાન ટુર્નામેન્ટનો બહિષ્કાર કરે એવી ચર્ચા છે

અજિંક્ય રહાણે

ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિશે મોટું નિવેદન આપ્યું છે. T20 વર્લ્ડ કપ 2026માંથી બંગલાદેશની ટીમ પોતાની જીદને કારણે બહાર થઈ એ પછી પાકિસ્તાન ટુર્નામેન્ટનો બહિષ્કાર કરે એવી ચર્ચા છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વિશે વાત કરતાં અજિંક્ય રહાણેએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે તેઓ બહિષ્કાર કરી શકે. મને નથી લાગતું કે તેમની પાસે હિંમત છે.’

પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ભાગીદારી અંગે અંતિમ નિર્ણય સરકાર સાથેની ચર્ચા બાદ ૩૦ જાન્યુઆરી અથવા બીજી ફેબ્રુઆરીએ લેવામાં આવશે.

ડ્રામેબાજ પાકિસ્તાને વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટિકિટ બુક કરાવી લીધી છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ T20 વર્લ્ડ કપ 2026માં એની ભાગીદારીની પુષ્ટિ કરી નથી. જોકે શ્રીલંકાની ટિકિટ બુક થઈ ગઈ છે અને ખેલાડીઓને ટુર્નામેન્ટ માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. મેદાનની બહારના નાટક છતાં પાકિસ્તાન શ્રીલંકામાં ભાગ લેવા માટે તૈયાર છે. પાકિસ્તાન ટીમે ઑસ્ટ્રેલિયન ટીમ સાથે લાહોરથી કોલંબો માટે ફ્લાઇટ બુક કરાવી છે. પાકિસ્તાન ૪ ફેબ્રુઆરીએ કોલંબોમાં આયરલૅન્ડ સામે વૉર્મ-અપ મૅચ રમશે.

t20 world cup pakistan ajinkya rahane cricket news sports sports news bangladesh sri lanka