સુપર-એઇટની રેસમાંથી બહાર થયેલા ન્યુ ઝીલૅન્ડે યુગાન્ડા સામે નવ વિકેટે પહેલી જીત નોંધાવી

16 June, 2024 08:29 AM IST  |  Trinidad | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે યુગાન્ડાને ૪૦ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું

સેલિબ્રેશન કરતી ન્યુ ઝીલૅન્ડની ટીમ

ગઈ કાલે ટ્રિનિડૅડમાં આયોજિત મૅચમાં ટૉસ જીત્યા બાદ ન્યુ ઝીલૅન્ડે યુગાન્ડાને ૪૦ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું અને ૪૧ રનનો ટાર્ગેટ ૫.૨ ઓવરમાં એટલે કે માત્ર ૩૨ બૉલમાં ૧ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ વખતના T20 વર્લ્ડ કપમાં ન્યુ ઝીલૅન્ડની આ પહેલી જીત હતી.

કૅપ્ટન કેન વિલિયમસનની આ ટીમ સુપર-એઇટની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે એ ૧૭ જૂને પાપુઆ ન્યુ ગિની સામે અંતિમ ગ્રુપ સ્ટેજ મૅચ રમશે.

t20 world cup new zealand cricket news sports sports news uganda