28 October, 2022 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022 સુપર 12, ગ્રુપ 1માં શુક્રવારે અફઘાનિસ્તાન (Afghanistan) અને આયર્લેન્ડ (Ireland) વચ્ચે થનારી મેચ વરસાદને કારણે રદ (Match Cancelled due to Rain) કરી દેવામાં આવી છે. આ મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતીય સમયાનુસાર 28 ઑક્ટોબરના સવારે 9.30 વાગ્યે રમાવાની હતી, પણ વરસાદને કરાણે ટૉસ પણ થઈ શક્યું નથી. આર્યલેન્ડે પોતાની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 5 રન્સથી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. તો અફઘાનિસ્તાન પોતાની પહેલી જીત માટે મેદાનમાં ઉતરવાનું હતું.
આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે થનારી મેચ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી. એક્સપર્ટ્સ પ્રમાણે બન્ને ટીમ મોટા ફેરફાર કરવાની ક્ષમતા ધરાવે છે અને અન્ય ટીમો માટે સેમીફાઈનલમાં પહોંચવાની આશામાં મુશ્કેલીનું પત્થર સાબિત થઈ શકે છે.
આયર્લેન્ડે આપી છે ઇંગ્લેન્ડને માત
આયર્લેન્ડના કૅપ્ટન એન્ડ્રયૂ બાલબર્ની બેહતરીન ફૉર્મમાં ચાલે છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેમણે બહેતરીન શરૂઆત કરી હતી. આયર્લેન્ડ પાસે સ્કૉરબૉર્ડમાં આગળ વધવાની સારી તક હતી. આયર્લેન્ડ સુપર 12ની પહેલી મેચ શ્રીલંકા સામે હારી ચૂક્યું છે. તો ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ઇંગ્લેન્ડને 5 રન્સથી હરાવી ચૂક્યું છે.
તો અફઘાનિસ્તાન પણ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં પોતાની પહેલી મેચ જીતવા માટે પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે ઉતર્યું હોત પણ એવું થઈ શક્યું નહીં. ટી20ના પ્રારૂપમાં સારા પ્રદર્શન બાદ વિશ્વકપમાં આવ્યા પછી અફઘાનિસ્તાનને પોતાની પહેલી જીતની શોધ છે.
આ પણ વાંચો : આયરલૅન્ડ સામે અમે પાછા હાર્યા, આ આઘાત મારાથી હવે જરાય નથી સહેવાતો : જૉસ બટલર
અફઘાનિસ્તાનને પહેલી મેચમાં મળી હાર
જણાવવાનું કે ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનને પોતાની પહેલી મેચમાં નિરાશા હાથ લાગી હતી. મેલબર્નમાં જ ન્યૂઝીલેન્ડ સાથે રમાનારી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બન્ને ટીમો માટે એક એક પૉઈન્ટ આપવામાં આવ્યા હતા. તો અફઘાનિસ્તાનની ટીમ પોતાની પહેલી મેચ ઇંગ્લેન્ડના હાથે પાંચ વિકેટથી હારી ચૂકી છે. આ મેચ રદ થવાથી બન્ને ટીમને એક એક પૉઇન્ટ આપવામાં આવ્યા છે.