સિડનીઃ ભારતીય ક્રિકેટરોની સુરક્ષા વધારાઈ

15 December, 2014 08:30 AM IST  | 

સિડનીઃ ભારતીય ક્રિકેટરોની સુરક્ષા વધારાઈ



નવી દિલ્હી,તા.15 ડિસેમ્બર

બીસીસીઆઈ આ ઘટના પર સતત નજર રાખી રહ્યુ છે.બીસીસીઆઈના સચીવ સંજય પટેલએ કહ્યુ હતુ કે અમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ.અમે આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.અને હાલ તો અમારા માટે ભારતીય ખેલાડીઓ જે ઓસ્ટ્રેલિયામાં છે તેમની સુરક્ષા સર્વોપરી છે.ખેલાડીઓ અત્યારે બ્રિસ્બેનમાં છે જ્યા બધુ ઠીક ઠાક ચાલી રહ્યુ છે.તેમણે કહ્યુ કે ભારતીય ટીમની સુરક્ષા વધારવામાં આવી છે.અમારી વાતચીત બાદ ખેલાડીઓને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે.
 
એક સશસ્ત્ર વ્યક્તિએ સિડનીમાં એક ફેમસ કેફેમાં અનેક લોકોને બંધક બનાવી લીધા છે.હાલ ભારતીય ટીમ ચાર ટેસ્ટમચની સિરિઝ માટે અને ત્યારબાદ ત્રિકોણીય વન ડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં છે.સીરીઝની બીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં બુધવારે રમાશે.જો કે છઠ્ઠી જાન્યુઆરીએ સિડ઼નીમાં ચોથી ટેસ્ટ મેચ રમાનારી છે તેની અસર આ હુમલાને કારણે કેવી રહેશે તે અંગે પટેલે કહ્યુ કે અત્યારે કાંઈ પણ કહેવુ વહેલુ ગણાશે.બીજી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાનારી છે માટે સિડની ટેસ્ટ અંગે અત્યારે કાંઈ કહી ન શકાય.અમને વિશ્વાસ છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ભારતીય ખેલાડીઓની સુરક્ષાને પહેલુ મહત્વ આપશે અને સિકયોરિટીની વ્યવસ્થા પણ કરશે.