વર્લ્ડ કપ વખતે સચિન માટે બનેલા ગીતને વગાડવાની માગણી સ્વામી આર્મીની

26 December, 2014 05:44 AM IST  | 

વર્લ્ડ કપ વખતે સચિન માટે બનેલા ગીતને વગાડવાની માગણી સ્વામી આર્મીની


બિપિન દાણી


ઑસ્ટ્રેલિયાથી આ અખબાર સાથે ટેલિફોન પર વાતચીત કરતાં સ્વામી આર્મી ગ્રુપના મુખ્ય કાર્યકારી અધિકારી ગુરનામ સિંહે જણાવ્યું હતું કે ‘અમને સચિનની ગેરહાજરી ખૂબ સાલે છે. અહીંના શોખીનો પણ કહે છે કે સચિન વિના ભારતીય ટીમને રમતી જોવામાં આનંદ નથી આવતો. મેલબર્નમાં શરૂ થતી બૉક્સિંગ ડે ટેસ્ટમાં અમે ઢોલ અને નગારાં લઈ સ્ટેડિયમમાં પહોંચી જશું. લંચ દરમ્યાન ડાન્સ કરીશું અને સંગીતનો જલસો માણીશું. મેલબર્ન ટેસ્ટમાં લોકોમાં ભારતીય ધ્વજ, ટી-શર્ટ વહેંચીશું. બાળકો માટે ખાસ કૅપ પણ તૈયાર રાખી છે. સિડનીમાં રમાનારી ચોથી ટેસ્ટ પહેલાં પણ આ ગીત વગાડવામાં આવે એવી વિનંતી ઑસ્ટ્રેલિયન ક્રિકેડ ર્બોડને કરીશું.’

સચિન તેન્ડુલકર પરનું આ ગીત ઑસ્ટ્રેલિયાના સંગીતકાર ફિલ ડાયે તૈયાર કર્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે આ ગીત રચવામાં આવ્યું હતું.

દસ વર્ષ પહેલાં સ્વામી આર્મી ગ્રુપની સ્થાપના થયા બાદ પહેલી જ વખત સચિન વિનાની ભારતીય ટીમની ઑસ્ટ્રેલિયા સામે આ પ્રથમ શ્રેણી ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહી છે.