05 June, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ફરી એક વખત સૂર્યકુમાર યાદવની બૅટિંગનો ફ્લૉપ શો જોવા મળ્યો હતો. ટ્રાયમ્ફ્સ નાઇટ્સનો આઇકન પ્લેયર સૂર્યકુમાર યાદવ બાંદરા બ્લાસ્ટર્સ સામે ચોથા ક્રમે રમીને ૬ બૉલમાં ચાર રન કરીને કૅચઆઉટ થયો હતો. સીઝનની પહેલી મૅચમાં સૂર્યા નૉર્થ મુંબઈ પૅન્થર્સ સામે ૧૧ બૉલમાં ૧૯ રન કરીને આઉટ થયો હતો.
IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે તેણે ૧૩ મૅચમાં ૨૦.૭૬ની ઍવરજથી માત્ર ૨૭૦ રન કર્યા હતા. મેન્સ T20 વર્લ્ડ કપમાં તેણે ૯ મૅચમાં ૩૦.૨૫ની ઍવરેજથી ફક્ત ૨૪૨ રન કર્યા હતા. એશિયા કપ 2025માં તેણે ૭ મૅચમાં ૧૮ની ઍવરેજથી માત્ર ૭૨ રન કર્યા હતા.