16 December, 2025 10:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યકુમાર યાદવ
T20 વર્લ્ડ કપ 2026 પહેલાં ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહેલા સૂર્યકુમાર યાદવે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. તે કહે છે કે ‘હું નેટ્સમાં ખૂબ સારી બૅટિંગ કરી રહ્યો છું. જ્યારે રન આવવાના હશે ત્યારે આવશે. હું આઉટ ઑફ ફૉર્મ નથી. મને ચોક્કસપણે રન નથી મળી રહ્યા. મને લાગે છે કે આ રમત તમને ઘણું શીખવે છે. તમે કેવી રીતે કમબૅક કરો છો એ વધુ મહત્ત્વનું છે.’
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝની ત્રણ મૅચમાં કૅપ્ટન સૂર્યા ૧૨, પાંચ અને ૧૨ રન જ કરી શક્યો છે. ૨૦૧૫માં તેની બૅટિંગ-ઍવરેજ ૧૪.૨૦ રહી છે જે એના ૨૦૨૧ના ડેબ્યુથી અત્યાર સુધી સૌથી ઓછી છે. તે ૨૦ મૅચની ૧૮ ઇનિંગ્સમાં એક પણ ફિફ્ટી વગર ૨૧૩ રન કરી શક્યો છે.
સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ T20 વર્લ્ડ કપ અને એ પહેલાંની સિરીઝમાં આપણને મૅચ જિતાડશે. મને શરૂઆતથી જ તેમના પર વિશ્વાસ છે અને મને આશા છે કે દરેક જણ ખૂબ ટૂંક સમયમાં તેમના પર વિશ્વાસ કરશે. - ભારતીય ઓપનર અભિષેક શર્મા