લિમિટેડ ઓવર્સ માટે રૈના મહત્વનો પ્લેયર હતો : સૌરવ ગાંગુલી

18 August, 2020 12:44 PM IST  |  New Delhi | Agencies

લિમિટેડ ઓવર્સ માટે રૈના મહત્વનો પ્લેયર હતો : સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ઇન્ડિયા માટે લિમિટેડ ઓવર્સમાં સુરેશ રૈના ખૂબ મહત્વનો પ્લેયર હતો. સુરેશ રૈનાએ પણ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે શનિવારે રિટાયરમેન્ટ જાહેર કર્યું હતું. આ વિશે વાત કરતાં ગાંગુલીએ કહ્યું કે ‘ઇન્ડિયા માટે લિમિટેડ ઓવર્સમાં સુરેશ રૈના ખૂબ મહત્ત્વનો પ્લેયર હતો. લોઅર-ડાઉનમાં આવવું અને મૅચ જીતવા માટે શૉટ્સ મારવા માટે ટૅલન્ટની જરૂર પડે છે. યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની સાથે મળીને વન-ડેમાં રૈનાએ ઇન્ડિયાનો મિડલ ઑર્ડર ખૂબ મજબૂત બનાવ્યો હતો. તેને અને તેની ફૅમિલીને ભવિષ્ય માટે શુભેચ્છા.’

cricket news sports news suresh raina sourav ganguly ms dhoni