સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી : ડેક્કન ચાર્જર્સનો ધી એન્ડ

20 October, 2012 06:42 AM IST  | 

સુપ્રીમ કોર્ટે અપીલ ફગાવી : ડેક્કન ચાર્જર્સનો ધી એન્ડ



નવી દિલ્હી:

કૉન્ટ્રૅક્ટને રદ કરવા પર સ્ટે માગતી અરજી હાઈ કોર્ટે ગુરુવારે ફગાવી દીધી ત્યાર બાદ ડેક્કન ક્રૉનિકલે તાબડતોબ આ ફેંસલા સામે સવોર્ચ્ચ અદાલતમાં અપીલ કરી હતી જેને ગઈ કાલે ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરે સાંભળી તો હતી, પરંતુ હાઈ કોર્ટના ચુકાદા સામે સ્ટે મૂકવાની માગણી ફગાવી દીધી હતી.

હવે જો આર્બિટ્રેટર સી. જે. ઠક્કર કૉન્ટ્રૅક્ટ રદ કરવાના પગલાને ખોટો સાબિત કરે તો જ ડેક્કન ફરી આઇપીએલમાં કમબૅક કરી શકે, પરંતુ એવા પુરાવાની કોઈ સંભાવના નથી.

૨૦૧૧ની સાલમાં ક્રિકેટ બોર્ડે કોચી ટસ્કર્સ કેરાલાનો કરાર રદ કરી નાખ્યો હતો, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સના બોર્ડ સામેના કેસ હજી કોર્ટમાં ચાલુ છે.

આઇપીએલ = ઇન્ડિયન પ્રીમિયર લીગ