સાઇના તારા જેવું કોઈ ના

06 August, 2012 03:26 AM IST  | 

સાઇના તારા જેવું કોઈ ના

અશ્વિન ફેરો અને હરિત એન. જોશી

મુંબઈ, તા. ૬

લંડન ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીયોમાં મેડલ જીતવા માટે સૌથી મોટી અપેક્ષા બૅડમિન્ટનસ્ટાર સાઇના નેહવાલ પાસે રાખવામાં આવી હતી. તેણે બ્રૉન્ઝ મેડલ જીતીને અપેક્ષા પૂરી તો કરી છે, પરંતુ તેણે એ માટે કેટલો બધો ભોગ આપવો પડ્યો એની વાત બહુ રસપ્રદ છે.

ઑલિમ્પિક્સ અગાઉ થોડા મહિના પહેલાં વલ્ર્ડ નંબર ફાઇવ સાઇના સાથે એન્ડૉર્સમેન્ટનો કૉન્ટ્રૅક્ટ કરવામાં ઘણી ટોચની કંપનીઓએ રસ બતાવ્યો હતો અને તેણે આ રમતોત્સવ પહેલાં બે મોટી સ્પર્ધાઓ જીતી એને પગલે કંપનીઓનો રસ ઑર વધી ગયો હતો. જોકે કોપોર્રેટ જગતમાં હૉટ પ્રોપર્ટી બની ગયેલી સાઇનાએ ત્યારે કરોડો રૂપિયાની મૉડલિંગની ઑફરો ઠુકરાવીને ઑલિમ્પિક્સ માટેની ટ્રેઇનિંગ પર જ બધુ ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું.

સાઇનાના પિતા ડૉ. હરવીર સિંહ કૃષિ વૈજ્ઞાનિક છે. તેમણે ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘પાંચથી છ ટોચની બ્રૅન્ડના માલિકો સાઇના ઑલિમ્પિક્સ માટે લંડન ગઈ એ પહેલાં તેની સાથે કૉન્ટ્રૅક્ટ કરવા માગતા હતા. જોકે સાઇના ઑલિમ્પિક્સ માટેની પોતાની તૈયારીઓને ખરાબ અસર નહોતી થવા દેવા માગતી એટલે તેણે બધી ઑફરો ઠુકરાવી દીધી હતી. આ છ બ્રૅન્ડમાંથી ત્રણથી ચાર બ્રૅન્ડ બહુ જાણીતી કંપનીઓની હતી અને દરેકનો કૉન્ટ્રૅક્ટ ઓછામાં ઓછા ૫૦ લાખ રૂપિયાનો હતો. બીજી ઘણી નાની કંપનીઓની પણ ઑફરો હતી, પરંતુ સાઇનાએ બધાને ના પાડી દીધી હતી.’

ડૉ. હરવીર સિંહે સાઇનાએ ઑલિમ્પિક્સ પહેલાં સમયનો સદુપયોગ કેવી રીતે કયોર્ એની વાત કરતા ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલીક કંપનીઓએ પોતાની બ્રૅન્ડના શૂટિંગ માટે સાઇનાનો રોજનો છ કલાકનો સમય માગ્યો હતો. બીજી અમુક કંપનીઓ રોજના આઠથી દસ કલાકનો ટાઇમ માગતી હતી, પરંતુ સાઇના પોતાની પ્રત્યેક ક્ષણ ઑલિમ્પિક્સની પ્રૅક્ટિસ માટે વાપરવા માગતી હોવાથી તેણે એક પણ ઑફર નહોતી સ્વીકારી. કમર્શિયલ્સના શૂટિંગ માટે સ્ટુડિયો સુધી પહોંચવામાં અને શૂટિંગ કરવામાં ઘણો સમય આપવો પડે જે સાઇનાને પરવડી શકે એમ નહોતું. તેણે બધી કંપનીઓને બહુ વિવેકથી કહી દીધું હતું કે આપણે ઑલિમ્પિક્સ પછી મીટિંગો રાખીશું.’

સાઇનાએ ઑલિમ્પિક્સ પહેલાં કેટલાક ઇન્ટરવ્યુ આપ્યા હતા, પરંતુ એમાં તેનો ઘણો સમય ગયો હતો. પોતાને આરામ માટે અને પ્રૅક્ટિસ માટે બહુ સમય નહીં મળે એવું વિચારીને સાઇનાએ માત્ર પ્રૅક્ટિસ કરવા પર જ બધી એકાગ્રતા રાખી હતી.

આજે ગગન ને વિજેન્દર જીતશે?

શૂટિંગ : ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન્સ, ક્વૉલિફિકેશન રાઉન્ડ બપોરે ૧.૩૦ અને ફાઇનલ્સ સાંજે ૬.૧૫, ગગન નારંગ તેમ જ સંજીવ રાજપૂત.

બૉક્સિંગ : પુરુષોની મિડલવેઇટ (૭૫ કિલો)ની ક્વૉર્ટર ફાઇનલ, વિજેન્દર સિંહ V/S ઍબોઝ ઍટોવ (ઉઝબેકિસ્તાન), મધરાત પછી ૨.૩૦

મેડલ-ટેબલ

ક્રમ

દેશ

ગોલ્ડ

સિલ્વર

બ્રૉન્ઝ

કુલ

ચીન

૨૮

૧૬

૧૪

૫૮

અમેરિકા

૨૭

૧૪

૧૫

૫૬

ગ્રેટ બ્રિટન

૧૬

૩૪

સાઉથ કોરિયા

૧૦

૨૦

ફ્રાન્સ

૨૩

૪૦

ભારત