નવમી માર્ચે સુનીલ ગાવસકરને મળશે અનોખું સન્માન

01 February, 2021 03:28 PM IST  |  Mumbai | Mumbai Correspondent

નવમી માર્ચે સુનીલ ગાવસકરને મળશે અનોખું સન્માન

નવમી માર્ચે સુનીલ ગાવસકરને મળશે અનોખું સન્માન

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર સુનીલ ગાવસકર માટે ૯ માર્ચનો દિવસ ઘણો મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે એ દિવસે ગાવસકરને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યાને ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. ૧૯૭૧ની છઠ્ઠી માર્ચે સુનીલ ગાવસકરે પોર્ટ ઑફ સ્પેનના મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. આ અવસરે મુંબઈ ક્રિકેટ અસોસિયએશન (એમસીએ)ના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગાવસકરના નામે એક ફિક્સ્ડ બૉક્સનું લોકાર્પણ કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે એ સિરીઝમાં સુનીલ ગાવસકરે જબરદસ્ત ૭૭૪ રન બનાવ્યા હતા જે કોઈ પણ ડેબ્યુ ખેલાડી દ્વારા મેઇડન સિરીઝમાં કરવામાં આવેલા સૌથી વધારે રનનો રેકૉર્ડ છે.
ગયા વર્ષે જુલાઈ મહિનામાં એમસીએની સિનિયર કમિટીએ આ નિર્ણય લીધો હતો. ૨૦૧૧ વર્લ્ડ કપ પહેલાં સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં ગાવસકરના નામનું સ્ટૅન્ડ ગાયબ થઈ ગયું હતું. પ્રાપ્ત સમાચાર મુજબ સુનીલ ગાવસકર શનિવારે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા, જ્યાં એમસીએના અધ્યક્ષ વિજય પટેલ અને અને સંજય નાયકે તેમને ૧૦-૧૨ સીટવાળું બૉક્સ બતાવ્યું હતું જે તેમના નામે રાખવામાં આવી શકે છે.

sunil gavaskar sports sports news cricket news