સુનીલ ગાવસકરને ૨૧ નવેમ્બરે મુંબઈમાં મળશે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ

26 October, 2012 03:06 AM IST  | 

સુનીલ ગાવસકરને ૨૧ નવેમ્બરે મુંબઈમાં મળશે લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ



ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકરને કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવાનું ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું છે. વાનખેડેમાં ૨૧ નવેમ્બરે એટલે ઇંગ્લૅન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમૅચના બે દિવસ પહેલાં તેમના બહુમાન માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવશે. તેમને પુરસ્કારના રૂપમાં ટ્રોફી, પ્રશસ્તિ પત્ર અને પચીસ લાખ રૂપિયા મળશે.

અવૉર્ડની આ રકમ ગયા વર્ષે પંદર લાખ રૂપિયા હતી જે વધારીને પચીસ લાખ કરવામાં આવી છે. ગયા વર્ષે અજિત વાડેકરને આ પુરસ્કાર મળ્યો હતો.

૭ પ્લેયરોને મરણોત્તર પુરસ્કાર

ક્રિકેટ બોર્ડે સાત ભૂતપૂર્વ ખેલાડીઓને મરણોત્તર પુરસ્કાર આપવાનો પણ નિર્ણય લીધો છે. તેમના વતી પુરસ્કાર સ્વીકારનાર તેમની સૌથી નજીકની વ્યક્તિને ટ્રોફી તેમ જ ૧૫ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવશે.

આ સાત ક્રિકેટરોમાં વિજય મર્ચન્ટ, વિનુ માંકડ, દત્તુ ફડકર, વિજય માંજરેકર, ગુલામ અહમદ, એમ. એલ. જયસિંહા અને દિલીપ સરદેસાઈનો સમાવેશ છે.