✕

સુનીલ ગાવસકરે અસોસિએટ ક્રિકેટ ટીમોના T20 રેકૉર્ડ્‍સ માટે અલગ વિભાગ બનાવવાનું સૂચન કર્યું

13 October, 2026 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ ગાવસકરે પુરુષોની T20 ઇન્ટરનૅશનલમાં રેકૉર્ડ્‍સ જાળવવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે.

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકરે પુરુષોની T20 ઇન્ટરનૅશનલમાં રેકૉર્ડ્‍સ જાળવવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. સુનીલ ગાવસકરનું માનવું છે કે ખૂબ જ અલગ સ્તરની ટીમો વચ્ચે રમાયેલી મૅચોના પ્રદર્શનની સરખામણી એક જ ધોરણે ન થવી જોઈએ.

સુનીલ ગાવસકર કહે છે, ‘ફુટબૉલ લીગની જેમ ક્રિકેટમાં કદાચ સમાન અભિગમ અપનાવીને સ્પષ્ટ કરી શકાય છે કે કોઈ દેશ કયા વિભાગમાં રમી રહ્યો છે. તેથી જ્યારે ફુલ મેમ્બર નૅશનલ અને અસોસિએટ સભ્ય દેશો વચ્ચેની મૅચોને ‘ડિવિઝન A ઇન્ટરનૅશનલ’ અથવા ‘ડિવિઝન B ઇન્ટરનૅશનલ’ તરીકે ઓળખ આપી શકાય. અસોસિએટ દેશોની મૅચોમાં બનેલા રેકૉર્ડ્‍સની સરખામણી ‘ફુલ મેમ્બર’ ટીમો વચ્ચે રમાતી રમતોમાં બનેલા રેકૉર્ડ્‍સ સાથે કરવી ખોટું છે. સ્તરમાં આટલો મોટો તફાવત હોવાનો અર્થ એ છે કે રેકૉર્ડ્‍સ એવા ખેલાડીઓના નામે હશે જેમનું નામ ક્રિકેટજગતના મોટા ભાગના લોકોએ અગાઉ ક્યારેય સાંભળ્યું નથી.’

sunil gavaskar indian cricket team cricket news sports sports news t20