ગાવસ્કરનાં આ નિવેદને ક્રિકેટરોની ઈમાનદારી ઉપર સવાલ ઉભો કર્યો

17 November, 2020 06:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગાવસ્કરનાં આ નિવેદને ક્રિકેટરોની ઈમાનદારી ઉપર સવાલ ઉભો કર્યો

ફાઈલ ફોટો

દરેક ક્રિકેટર મેચ દરમિયાન ક્યારે ને ક્યારે ઈન્જર્ડ થતો હોય છે. ઘણી વખત ઈન્જરીના લીધે ખેલાડીઓએ અમૂક મેચ ગુમાવી પડે છે. આવા ઈન્જર્ડ ખેલાડીનો ટીમમાં સમાવેશ કરવામાં આવે તો ટીમમાં પણ સંતુલન રહેતુ નથી. જોકે સુનિલ ગાવસ્કરે તેમની કોલમમાં જે વાત કહી છે તેનાથી ક્રિકેટરોની ઈમાનદારી ઉપર સવાલ ઉભો થયો છે.

સુનિલ ગાવસ્કરે તેમની કોલમમાં લખ્યું કે, ઈન્ડિયન પ્રિમિયર લીગમાં ઘણા ખેલાડીઓ પોતાની ઈન્જરીને છુપાવે છે જેથી તેઓ મેચ રમીને પૂરા પૈસા મેળવી શકે.

તેમણે ઉમેર્યું કે, શારજહા સ્ટેડિયમને બાદ કરતા અન્ય સ્ટેડિયમની બ્રાઉન્ડી લાંબી હતી, જેથી આ સીઝનમાં આપણને ઘણા કેચ જોવા મળ્યા હતા. આ મેદાનોમાં જે કેચ આઉટ થયા તે જો કોઈ અન્ય મેદાનમાં હોત તો સિક્સ જ ગણાતી હોત.

આનો બીજો પાસો એ છે કે જે ખેલાડીઓએ પોતાની ક્ષમતાઓ સાથે રમવાનું શરૂ કર્યુ તેમની જીતવાની સંભાવના પણ વધુ હતી, પરંતુ તેઓ એવુ કંઈક ન કરે જે તેઓ સામાન્ય રીતે કરતા નથી. આથી એક બેટ્સમેને સ્ટંપની સામે પોતાની પૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને શોટ મારવાની બદલે સ્કૂપ શોટ કે રિવર્સ સ્વીપ રમે તો તેને સફળતા મળતી નથી. કારણ કે આવા શોટ્સની તેમને આદત હોતી નથી. એક્સ્ટ્રા-કવરથી મારવામાં આવેલો શોટ જોવામાં ખૂબ જ સરસ દેખાય છે પરંતુ આ સીઝનમાં મોટા બાગે લાંબી બાઉન્ડ્રીના કારણ ડીપ કવરના ફિલ્ડર કેચ પકડી લેતા હતા.

જે બૉલર્સ વધુ વિવિધતા લાવવાનો પ્રયત્ન કરે તે હંમેશા પોતાની લાઈન અને લેન્થથી ભટકી જાય છે. ખાસ કરીને એવા ફાસ્ટ બૉલર્સ જેમણે હાથની પાછળથી સ્લો બૉલીંગ કરવાનો પ્રયત્ન કર્યો પણ નિયંત્રણ રહ્યો નહી.

સુનિલ ગાવસ્કરે સમજાવ્યું કે, શારજહામાં સિક્સ મારીએ તો સ્ટેડિયમની બહાર બોલ ગયેલો છે. આજના સમયમાં ખેલાડીઓ જીમમાં વર્કઆઉટ કરે છે તેથી આવા પ્રકારના શોટ્સ મારવાની ક્ષમતા ધરાવે છે.

sunil gavaskar indian premier league cricket news sports news