ગાવસકર-શાસ્ત્રી BCCI પાસેથી ધોની કરતાંય વધુ પૈસા ખંખેરે છે

14 October, 2014 03:12 AM IST  | 

ગાવસકર-શાસ્ત્રી BCCI પાસેથી ધોની કરતાંય વધુ પૈસા ખંખેરે છે




રવિ શાસ્ત્રી તથા સુનીલ ગાવસકરને ક્રિકેટ બોર્ડ વર્ષે છ કરોડ રૂપિયા આપે છે. બન્નેના ક્રિકેટ બોર્ડ સાથે કૉમેન્ટરીના કૉન્ટ્રૅક્ટ છે, જેના થકી તેમને ચાર-ચાર કરોડ રૂપિયા મળતા હોય છે. વળી રવિ શાસ્ત્રીને તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાનો ડિરેક્ટર બનાવવામાં આવ્યો છે, જેના થકી તેને વર્ષે બે કરોડ રૂપિયા આપવામાં આવશે. આમ તેની રકમનો સરવાળો છ કરોડ રૂપિયા થાય છે. બીજી તરફ સુનીલ ગાવસકરને ઇન્ડિયન પ્રીમિયર લીગના ચૅરમૅન તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે, જેના માટે તેમને વર્ષે બે કરોડ રૂપિયા આપવામાં આવે છે. આમ તેમની કમાણી પણ વર્ષે છ કરોડ રૂપિયા છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લા ૧૨ મહિનામાં ૩૫ મૅચો રમી છે જેના થકી ક્રિકેટ બોર્ડ પાસેથી તેણે ૨.૫૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. વળી વિરાટ કોહલીને ૩૯ મૅચ માટે ૨.૭૫ કરોડ રૂપિયા મળ્યા હતા.