09 December, 2025 11:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટ્સમૅન જૉશ ઇંગ્લિસ સહિતના કેટલાક વિદેશી ક્રિકેટર્સે પુષ્ટિ આપી છે કે આગામી IPL 2026 માટે તેમની ઉપલબ્ધતા મર્યાદિત રહેશે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે આવા વિદેશી પ્લેયર્સની ટીકા કરી છે જેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આખી સીઝન માટે ઉપલબ્ધ નથી.
સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે મર્યાદિત સમય માટે પોતાને ઉપલબ્ધ કરાવ્યા છે. જો કોઈ ખેલાડી IPLનો આદર નથી કરતો અને આખી ટુર્નામેન્ટ માટે પોતાને ઉપલબ્ધ કરાવતો નથી તો તેણે હરાજીમાં પણ ન હોવું જોઈએ. જો નૅશનલ ડ્યુટી સિવાય બીજું કંઈ તેમના માટે વધુ મહત્ત્વનું હોય તો ઑક્શનની એક ક્ષણ પણ તેમના પર બગાડવી જોઈએ નહીં. IPL એ વિશ્વની શ્રેષ્ઠ T20 લીગ છે અને જે કોઈ એને હળવાશથી લે છે તેને બિલકુલ ધ્યાનમાં ન લેવું જોઈએ.’