500 ટેસ્ટ-વિકેટ મજાક નથી, બ્રૉડ તું લેજન્ડ છે : યુવરાજ

30 July, 2020 11:22 AM IST  |  New Delhi | Agencies

500 ટેસ્ટ-વિકેટ મજાક નથી, બ્રૉડ તું લેજન્ડ છે : યુવરાજ

યુવરાજ સિંહ

સ્ટુઅર્ટ બ્ર‍ૉડે ૫૦૦ ટેસ્ટ-વિકેટ લીધા બાદ બધે તેનાં વખાણ થઈ રહ્યાં છે. આ વખાણ કરનારાઓમાં યુવરાજ સિંહનું નામ પણ સામેલ થઈ ગયું છે. ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપમાં બ્રૉડની ઓવરમાં યુવરાજે છ બૉલમાં છ સિક્સરનો રેકૉર્ડ બનાવ્યો હતો. બ્રૉડનાં વખાણ કરતાં યુવરાજ સિંહે કહ્યું કે ‘જ્યારે પણ બ્રૉડ માટે હું કંઈ કહું છું ત્યારે હું ઘણો શ્યોર હોઉં છું. લોકો હંમેશાં તેને મારી છ સિક્સરથી યાદ કરે છે. મારા દરેક ચાહકોને હું વિનંતી કરીશ કે તેની આ ઉપલબ્ધિ પર તેને શાબાશી આપે. ૫૦૦ ટેસ્ટ-વિકેટ કોઈ મજાક નથી એના માટે ઘણી મહેનત કરવી પડે છે. બ્રૉડ તું લેજન્ડ છે. હેટ્સ ઑફ.’

yuvraj singh cricket news sports news