સ્મિથની અનોખી ટેક્નિક પર ફૅન્સ થયા ફિદા

18 August, 2019 09:41 AM IST  |  લંડન

સ્મિથની અનોખી ટેક્નિક પર ફૅન્સ થયા ફિદા

સ્ટિવ સ્મિથ

ઍશિઝ સિરીઝના ભાગરૂપે લૉર્ડ્સમાં રમાઈ રહેલી ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસે સ્ટીવ સ્મિથે બૅટિંગ કરવાની પોતાની સાવ અનોખી સ્ટાઇલનું પ્રદર્શન કર્યું હતું. આ સ્ટાઇલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ છે. પહેલી ઇન‌િંગમાં ઇંગ્લૅન્ડના ૨૫૯ રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. ચોથા નંબરે સ્મિથ આવતાં મેદાનમાં એક અલગ જ સ્ટાઇલની બૅટિંગ-ટેક્નિક જોવા મળી હતી. ઑૅફ-સ્ટમ્પની બહાર જઈ રહેલા બૉલને વિકેટકીપરના હાથમાં જવા દેતાં ક્યારેક સ્મિથ પોતે પણ બૉલની દિશામાં વિકેટકીપર તરફ કૂદકો મારી બૉલને જોયા કરતો, તો ક્યારેય એવું લાગતું તે કોઈ નવી ટેક્નિકની નેટ-પ્રૅક્ટિસ કરી રહ્યો હોય. જોકે આ બધી મસ્તી તે ક્રીઝની અંદર રહીને જ કરતો હતો, પણ તેની આ બૉલ છોડવાની ટેક્નિકે ક્રિકેટના ચાહકોને આનંદ જરૂરથી પૂરો પાડ્યો હશે એમાં કોઈ બેમત નથી.

steve smith sports news cricket news