સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાંથી ધનંજય આઉટ

28 December, 2020 08:35 PM IST  |  centurion | IANS

સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાંથી ધનંજય આઉટ

પ્રતીકાત્મક તસવીર

સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝમાંથી શ્રીલંકન પ્લેયર ધનંજય ડિસિલ્વા રિટાયર્ડ હર્ટ થતાં સિરીઝમાંથી આઉટ થયો છે. પહેલી ટેસ્ટ મૅચમાં પહેલા દિવસે તેણે ૧૧ ચોગ્ગા અને એક સિક્સર ફટકારીને ૭૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા ક્રિકેટે પોતાના એક સ્ટેટમેન્ટમાં આ વાતની પુષ્ટિ કરી હતી. રિટાયર્ડ હર્ટ થતાં ડિસિલ્વાને એમઆરઆઇ માટે લઈ જવામાં આવ્યો હતો. પહેલી ઇનિંગમાં શ્રીલંકાએ ૧૦ વિકેટે ૩૯૬ રન બનાવ્યા હતા. શ્રીલંકાએ આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરતાં ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમે સારી શરૂઆત કર્યા બાદ પોતાની ચાર વિકેટ ફટાફટ ગુમાવી દીધી હતી. ડીન એલ્ગર અને એડિન માર્કરમે પહેલી વિકેટ માટે ૧૪૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ બનાવી હતી. ઓપનર ડીન એલ્ગર સેન્ચુરીથી પાંચ રન ચૂકી ગયો હતો, જ્યારે માર્કરમે ૬૮ રન બનાવ્યા હતા.

 

sri lanka cricket news