થિસારા પરેરા ૩૨ વર્ષની ઉંમરે જ રિટાયર

04 May, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકાના ઑલરાઉન્ડર થિસારા પરેરાએ ૩૨ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી તાત્કાલિક ધોરણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

થિસારા પરેરા

શ્રીલંકાના ઑલરાઉન્ડર થિસારા પરેરાએ ૩૨ વર્ષની ઉંમરે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી તાત્કાલિક ધોરણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડને મોકલેલા એક પત્રમાં પરેરાએ કહ્યું કે રિટાયરમેન્ટ લઈને યુવા ખેલાડીઓને તક આપવાનો આ યોગ્ય સમય છે. પરેરા શ્રીલંકા માટે ૬ ટેસ્ટ, ૧૬૬ વન-ડે અને ૮૪ ટી૨૦ મૅચ રમ્યા છે. ૨૦૧૪માં ટી૨૦ વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ટીમમાં પણ તે હતો.   

પરેરા જોકે દેશ-વિદેશની ફ્રૅન્ચાઇઝી લીગમાં રમતો રહેશે.પરેરા ૨૦૧૬ સુધી આઇપીએલમાં પણ રમ્યો હતો. આઇપીએલમાં એ ચેન્નઈ સુપર કિંગ્સ, કોચ્ચી ટસ્કર્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ,  હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ વગેરે ટીમ વતી રમતાં કુલ ૩૭ મૅચમાં ૪૨૨ રન અને ૩૧ વિકેટ લીધી હતી. આઇપીએલમાં તેનું બેસ્ટ ૨૦૧૩ હતું, જ્યારે તેણે હૈદરાબાદ વતી રમતાં ૧૯ વિકેટ લીધી હતી.

૬ બૉલમાં ૬ સિક્સર
માર્ચમાં લિસ્ટ-એ ક્રિકેટમાં આર્મી સ્પોર્ટ્‍સ ક્રિકેટ ક્લબ વતી રમતાં પરેરાએ ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારી હતી. આવી કમાલ કરનાર તે શ્રીલંકાનો પ્રથમ ખેલાડી બન્યો હતો. 

sri lanka cricket news sports news