શ્રીલંકાની મહિલાઓએ વન-ડેમાં માત આપી ભારતની વિમેન્સ ટીમને

05 May, 2025 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીલંકામાં આયોજિત વન-ડે ત્રિકોણીય સિરીઝમાં ભારતીય વિમેન્સ ટીમને ગઈ કાલે પોતાની ત્રીજી મૅચમાં હોમ ટીમ સામે ત્રણ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે નવ વિકેટે ૨૭૫ રન ફટકાર્યા હતા.

નીલાક્ષી ડી સિલ્વા

શ્રીલંકામાં આયોજિત વન-ડે ત્રિકોણીય સિરીઝમાં ભારતીય વિમેન્સ ટીમને ગઈ કાલે પોતાની ત્રીજી મૅચમાં હોમ ટીમ સામે ત્રણ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતીય ટીમે વિકેટકીપર રિચા ઘોષની ૫૮ રનની ઇનિંગ્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ ભાગીદારીઓની મદદથી નવ વિકેટે ૨૭૫ રન ફટકાર્યા હતા. શ્રીલંકાએ નીલાક્ષી ડી સિલ્વાની ૫૬ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૪૯.૧ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૨૭૮ રન બનાવીને ૨૭૬ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. બન્ને ટીમ વચ્ચેના વન-ડે ઇતિહાસમાં એક મૅચના હાઇએસ્ટ ૫૫૩ રન પણ બન્યા હતા.

sri lanka indian womens cricket team cricket cricket news sports sports news