કૅરિબિયનોને હરાવીને શ્રીલંકનો ઑલમોસ્ટ સેમીમાં

01 October, 2012 05:56 AM IST  | 

કૅરિબિયનોને હરાવીને શ્રીલંકનો ઑલમોસ્ટ સેમીમાં



પલ્લેકેલ : શ્રીલંકાને ઓપનર-કૅપ્ટન માહેલા જયવર્દને (૬૫ નૉટઆઉટ, ૪૯ બૉલ, એક સિક્સર, દસ ફોર)એ શનિવારે સુપર એઇટ્સની ઑર એક મૅચમાં ઉપયોગી યોગદાનથી શ્રીલંકાને જિતાડી દીધું હતું અને સેમી ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચાડી દીધું હતું. T20 વર્લ્ડ કપમાં શ્રીલંકનોની બાકી રહેલા બૉલની દૃષ્ટિએ આ બેસ્ટ જીત હતી.

બીજી બાજુ, વેસ્ટ ઇન્ડીઝને ઓપનર ક્રિસ ગેઇલ પર સૌથી વધુ આધાર રાખવાનું ભારે પડ્યું હતું. તેણે માત્ર બે રન બનાવ્યા હતા અને નુવાન કુલસેકરાના બૉલમાં વિકેટકીપર કુમાર સંગકારાનો શિકાર થઈ ગયો હતો.

વેસ્ટ ઇન્ડીઝે બૅટિંગ લીધી હતી, પરંતુ પાંચ વિકેટે માત્ર ૧૨૯ રન બનાવી શક્યું હતું.

ગુરુવારે આ જ મેદાન પર ઇંગ્લૅન્ડ

સામે આક્રમક ૮૪ રન બનાવનાર ઓપનર જૉન્સન ચાલ્ર્સ શનિવારે વેસ્ટ ઇન્ડીઝ

સામે માત્ર ૧૨ રન બનાવી શક્યો હતો. માર્લન સૅમ્યુલ્સ (૫૦ રન, ૩૫ બૉલ, બે સિક્સર, ચાર ફોર) અને ડ્વેઇન બ્રાવો (૪૦ રન, ૩૪ બૉલ, બે સિક્સર, ચાર ફોર) સિવાય બીજો  કોઈ પ્લેયર લાંબી ઇનિંગ્સ નહોતો રમ્યો.

અજંથા મેન્ડિસે ૧૨ રનમાં બે વિકેટ લીધી હતી.

શ્રીલંકાએ ૧૫.૨ ઓવરમાં એક વિકેટે ૧૩૦ રન બનાવ્યા હતા. મૅન ઑફ ધ મૅચ જયવર્દને અને સંગકારા (૩૯ નૉટઆઉટ, ૩૪ બૉલ, પાંચ ફોર) વચ્ચેની બીજી વિકેટ માટેની ૧૦૮ રનની ભાગીદારી મૅચવિનિંગ બની હતી. તિલકરત્ને દિલશાન ફક્ત ૧૩ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

શ્રીલંકાએ ૨૮ બૉલ બાકી રાખીને મૅચ જીતી લીધી હતી. આ પહેલાં ૨૦૦૭માં ન્યુ ઝીલૅન્ડ સામે ૭ બૉલ બાકી રાખીને મેળવેલી જીત શ્રીલંકાનો સર્વશ્રેષ્ઠ વિજય હતો.

ઇન્ટરનૅશનલમાં પણ શ્રીલંકનોનો આ બેસ્ટ પફોર્ર્મન્સ હતો. અગાઉ તેમણે વધુમાં વધુ ૨૧ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.

શ્રીલંકાની સુપર એઇટ્સની છેલ્લી મૅચ આજે ઇંગ્લૅન્ડ સામે છે.