ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર, એન્જેલો મેથ્યુઝની વાપસી

07 August, 2019 10:06 PM IST  |  Mumbai

ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે શ્રીલંકાની ટીમ જાહેર, એન્જેલો મેથ્યુઝની વાપસી

Mumbai : ટેસ્ટ ચેમ્પિયનશિપને લઇને ન્યુઝીલેન્ડ સામેની બે ટેસ્ટ મેચ માટે શ્રીલંકાની ટેસ્ટ ટીમની જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં થયેલી દિલધડક મેચમાં હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમ પહેલીવાર મેદાન પર ઉતરી રહી છે. ગાલેમાં 14 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે શ્રીલંકાની ટીમમાં દિનેશ ચાંદીમલ, સ્પિનર અકિલા ધનંજયા અને દિલરૂવાન પરેરાની ટીમમાં વાપસી થઈ છે. તો અનકેપ્ડ ઓલરાઉન્ડર દનુષ્કા ગુનાથિલકા અને ફાસ્ટ બોલર લાહિરૂ થિરિમાને, બેટિંગ ઓલરાઉન્ડર શેહાન જયસૂર્યા અને ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડોને 22 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

એન્જેલો મેથ્યુઝની ટેસ્ટ ટીમમાં વાપસી
મહત્વની વાત એ છે કે સીનિયર ખેલાડી
એન્જેલો મેથ્યૂઝની ટીમમાં વાપસી થઈ છે, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ઇજાને કારણે બહાર હતો. દિનેશ ચાંદીમાલને આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં ડ્રો કરવામાં આવ્યો હતો. તેણે ડિમેસ્ટિક ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરતા ફરી ટીમમાં તક મળી છે.

આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

શ્રીલંકાની ટીમ આ પ્રકારે છે
દિમુથ કરૂણારત્ને (સુકાની), કુસલ પરેરા, દિનેશ ચાંદીમલ, લાહિરૂ થિરિમાને, કુસલ મેન્ડિસ, નિરોશન ડિકવેલા, ધનંજય ડિસિલ્વા, એન્જેલો મેથ્યૂઝ, એન્જલો પરેરા, લસિથ એમબુલ્ડેનિયા, ઓશાડા ફર્નાન્ડો, દનુષ્કા ગુનાથિલકા, શેહાન જયસૂર્યા, ચમિકા કરૂણારત્ને, દિલરૂવાન પરેરા, અસિથા ફર્નાન્ડો,લક્ષણ સંનદાકન, સુરંગા લકમલ, લાહિરૂ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, અકિલા ધનંજયા અનેકસુન રજીથા.

cricket news sri lanka new zealand international cricket council