સાઉથ આફ્રિકામાં શ્રીલંકા પહેલી જ વખત ટેસ્ટ જીત્યું

30 December, 2011 05:36 AM IST  | 

સાઉથ આફ્રિકામાં શ્રીલંકા પહેલી જ વખત ટેસ્ટ જીત્યું



ડર્બન: , પરંતુ ગ્રેમ સ્મિથ ઍન્ડ કંપની માત્ર ૨૪૧ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૨૦૮ રનથી હારી ગઈ હતી. આ સાથે ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી બરાબરીમાં છે.

ચાર બૉલમાં ત્રણ વિકેટ પડી


ગઈ કાલે સાઉથ આફ્રિકાની છેલ્લી ત્રણ વિકેટ ચાર બૉલમાં પડી હતી. એ. બી. ડિવિલિયર્સ (૧૪૧ બૉલમાં ૬૯ રન) અને ડેલ સ્ટેન (૧૨૫ બૉલમાં ૪૩ રન) વચ્ચેની સાતમી વિકેટની ૯૯ રનની ભાગીદારીએ શ્રીલંકનોને જીત માટે ખૂબ રાહ જોવડાવી હતી.

હેરાથ મૅન ઑફ ધ મૅચ


શ્રીલંકાનો સ્પિનર રંગાના હેરાથ પ્રથમ દાવની ચાર વિકેટ પછી ગઈ કાલે બીજા દાવમાં પાંચ શિકાર કર્યા હતા અને તેણે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. તેણે ગઈ કાલે ચારમાંથી ત્રણ વિકેટ એલબીડબ્લ્યુમાં લીધી હતી. બીજી બે વિકેટ દિલહારા ફર્નાન્ડોએ અને એક-એક વિકેટ થિસારા પરેરા તથા કૅપ્ટન તિલકરત્ને દિલશાને લીધી હતી.

કૅલિસની પ્રથમ પેર

જૅક કૅલિસ ૧૪૮ ટેસ્ટની કરીઅરમાં ગઈ કાલે પહેલી વખત મૅચની બન્ને ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો આ તેની પ્રથમ પેર હતી.