સાઉથ આફ્રિકા ૧૬૮માં ઑલઆઉટ : શ્રીલંકાએ એક વિકેટ ગુમાવી દીધી

28 December, 2011 05:21 AM IST  | 

સાઉથ આફ્રિકા ૧૬૮માં ઑલઆઉટ : શ્રીલંકાએ એક વિકેટ ગુમાવી દીધી



ડર્બન: થિલાન સમરવીરાએ ગઈ કાલે સદી પૂરી કર્યા બાદ ૧૦૨ રને અને ટીમના યંગેસ્ટ પ્લેયર દિનેશ ચંદીમલે ૫૮ રને વિકેટ ગુમાવી હતી. નવા બોલર મર્ચન્ટ ડી લૅન્ગે ૭ વિકેટ લીધી હતી. પ્રથમ ટેસ્ટમાં ૭ વિકેટ લેનાર તે લાન્સ ક્લુઝનર પછીનો બીજો સાઉથ આફ્રિકન છે.

સાઉથ આફ્રિકાની ટીમમાં હાશિમ અમલાના ૫૪ રન હાઇએસ્ટ હતા. ચનાકા વેલેગેડરાએ પાંચ અને રંગાના હેરાથે ચાર વિકેટ લીધી હતી. ગઈ કાલની બીજા દિવસની રમતને અંતે શ્રીલંકાના બીજા દાવમાં એક વિકેટે ૭ રન હતા.