શ્રીલંકા ૩ મેઘરાજા ૨ ન્યુ ઝીલૅન્ડ ૦

14 November, 2012 05:15 AM IST  | 

શ્રીલંકા ૩ મેઘરાજા ૨ ન્યુ ઝીલૅન્ડ ૦



હમ્બનટોટા: શ્રીલંકાએ પાંચ મૅચવાળી વન-ડે સિરીઝમાં શનિવારની ચોથી મૅચ જીતીને સિરીઝ ૩-૦થી કબજામાં કરી લીધી ત્યાર પછી સોમવારે ન્યુ ઝીલૅન્ડને આખરી મૅચ જીતીને થોડી આબરૂ બચાવવાનો મોકો મળ્યો હતો, પરંતુ એ મોકો મેઘરાજાએ છીનવી લીધો હતો.

શ્રીલંકાએ ૨૮.૩ ઓવરમાં ૧૨૩મા રને આઠમી વિકેટ ગુમાવી ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી અને પછી એ ન અટકતાં બાકીની મૅચ રમાઈ જ નહોતી અને રદ જાહેર થઈ હતી. એ સાથે શ્રીલંકાને ૩-૦થી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સિરીઝમાં કુલ બે મૅચ મેઘરાજાના વારંવારના વિઘ્નોને કારણે રદ થઈ હતી.

સિરીઝમાં સૌથી વધુ ૧૬૬ રન બનાવનાર શ્રીલંકન બૅટ્સમૅન બ્રૅડ્લી-જૉન વૉટલિંગને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. સિરીઝમાં જીવન મેન્ડિસ અને ટિમ સાઉધીએ સૌથી વધુ પાંચ-પાંચ વિકેટ લીધી હતી. હવે બન્ને દેશો વચ્ચે શનિવારે બે મૅચની ટેસ્ટસિરીઝ શરૂ થશે.