ઑગસ્ટમાં લંકન પ્રીમિયર લીગ યોજી શકે છે શ્રીલંકા ક્રિકેટ

22 June, 2020 08:48 PM IST  |  Mumbai Desk | Agencies

ઑગસ્ટમાં લંકન પ્રીમિયર લીગ યોજી શકે છે શ્રીલંકા ક્રિકેટ

લંકન પ્રીમિયર લીગ

કોરોના નામની વૈશ્વિક બીમારી હજી સંપૂર્ણપણે કાબૂમાં નથી આવી ત્યાં શ્રીલંકા ક્રિકેટ (એસએલસી) ઑગસ્ટ મહિનામાં લંકન પ્રીમિયર લીગ યોજવાની તૈયારી કરી રહી છે. ભારત અને બંગલા દેશ સાથે શ્રીલંકાની પૂર્વ નિર્ધારિત સિરીઝ પર હાલમાં પ્રશ્નચિહ્ન હોવાને લીધે તે આ પ્રમાણેનો વિચાર કરી રહી છે.

શ્રીલંકાનું માનવું છે કે તેમના દેશમાં અન્ય બીજા દેશોની સરખામણીમાં આ બીમારી કાબૂમાં હોવાથી તેઓ આ સિરીઝ સારી રીતે યોજી શકશે. એસએલસીના સીઈઓ એશલી ડી સિલ્વાએ વિવિધ ક્રિકેટ બોર્ડને પોતાના પ્લેયર આ ટુર્નામેન્ટ માટે મોકલવાની વાત કરી છે. એસએલસી પોતે આ ટુર્નામેન્ટ પાંચ ટીમ સાથે રમાડવા છેલ્લાં ત્રણ સપ્તાહથી ચર્ચા કરી રહી છે.
શ્રીલંકાએ ભારત સાથે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ તેમ જ બંગલા દેશ સાથે ત્રણ ટેસ્ટ મૅચની સિરીઝ રમવાની હતી. આ ઉપરાંત સપ્ટેમ્બરમાં તે એશિયા કપનું પણ આયોજન કરવાનું હતું.

sports news sports cricket news sri lanka