આજે ઇન્ડિયા-A અને શ્રીલંકા-A ટકરાશે ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ મૅચમાં

21 June, 2026 02:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૯ જૂનથી અફઘાનિસ્તાન સાથેની મૅચથી શરૂ થયેલી આ સિરીઝમાં હાર સાથે શરૂઆત બાદ લાગલગાટ ત્રણ મૅચ જીતીને શ્રીલંકાએ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારત આ સિરીઝમાં શ્રીલંકા સામેની સુપર ઓવરની હાર સિવાય અફઘાનિસ્તાન સામેની એક મૅચ DLS મેથડથી હાર્યું હતું.

ઇન્ડિયા-Aના કૅપ્ટન તિલક વર્મા સાથે શ્રીલંકા-Aના કૅપ્ટન સહાન અરાચ્ચિગે.

દામ્બુલામાં આજે યજમાન શ્રીલંકા અને ભારતની A ટીમ વચ્ચે ત્રિકોણીય વન-ડે સિરીઝની ફાઇનલ મૅચ રમાશે. આ સિરીઝમાં ભારત અને શ્રીલંકાની ટક્કર બે વખત થઈ છે. પહેલી મૅચમાં ૨૭૮નો ટાર્ગેટ ડિફેન્ડ કરીને ભારતે ૮ રને જીત નોંધાવી હતી. બીજી મૅચમાં ૨૬૫ રને મૅચ ટાઇ કર્યા બાદ શ્રીલંકાએ સુપર ઓવરમાં જીત મેળવી હતી.

૯ જૂનથી અફઘાનિસ્તાન સાથેની મૅચથી શરૂ થયેલી આ સિરીઝમાં હાર સાથે શરૂઆત બાદ લાગલગાટ ત્રણ મૅચ જીતીને શ્રીલંકાએ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ભારત આ સિરીઝમાં શ્રીલંકા સામેની સુપર ઓવરની હાર સિવાય અફઘાનિસ્તાન સામેની એક મૅચ DLS મેથડથી હાર્યું હતું. અફઘાની ટીમ આખી સિરીઝમાં માત્ર એ મૅચ જ જીતી શકી હતી. 

sri lanka indian cricket team cricket news tilak varma sports news sports