IPL ઇનિંગ્સની પાવરપ્લેની ઓવર્સમાં ત્રણ વિકેટ લેનાર પહેલો કૅપ્ટન બન્યો પૅટ કમિન્સ

09 May, 2025 07:17 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ રહી હતી. હૈદરાબાદ ટીમની પહેલી વાર કોઈ મૅચ નો-રિઝલ્ટ રહી હતી

પૅટ કમિન્સ

સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ રહી હતી. હૈદરાબાદ ટીમની પહેલી વાર કોઈ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. આ મૅચમાં ટૉસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરનાર હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે (૧૯ રનમાં ત્રણ વિકેટ) પહેલા બૉલ પર દિલ્હીના ઓપનર કરુણ નાયરને આઉટ કરીને ધમાકેદાર શરૂઆત અપાવી હતી.

કમિન્સ IPL ઇનિંગ્સના પહેલા બૉલ પર વિકેટ લેનાર પહેલો કૅપ્ટન બન્યો છે સાથે જ તેણે અન્ય ઓપનર ફાફ ડુ પ્લેસી અને ત્રીજા ક્રમે આવેલા અભિષેક પોરેલને પણ સસ્તામાં આઉટ કર્યા હતા. પાવરપ્લેમાં ફેંકેલી ત્રણેય ઓવરના પહેલા બૉલ પર વિકેટ લેનાર પૅટ કમિન્સ IPL ઇનિંગ્સની પાવરપ્લેની ઓવર્સમાં ત્રણ વિકેટ લેનાર પહેલો કૅપ્ટન બન્યો હતો. તેની પહેલાં અક્ષર પટેલ, ઝહીર ખાન અને શૉન પોલૉક કૅપ્ટન તરીકે પાવરપ્લેમાં બે-બે વિકેટ લઈ ચૂક્યા છે.

sunrisers hyderabad pat cummins indian premier league IPL 2025 delhi capitals cricket news sports news sports