શ્રીસંથ કમબૅક માટે તૈયાર, કહ્યું ફોન કરો,જ્યાં કહેશો ત્યાં રમવા આવી જઈશ

15 September, 2020 07:13 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શ્રીસંથ કમબૅક માટે તૈયાર, કહ્યું ફોન કરો,જ્યાં કહેશો ત્યાં રમવા આવી જઈશ

શ્રીસંથ કમબૅક માટે તૈયાર, કહ્યું ફોન કરો,જ્યાં કહેશો ત્યાં રમવા આવી જઈશ

ભારતીય ક્રિકેટ (Indian Cricket Team Fast Bawller) ટીમના ફાસ્ટ બૉલર એસ (S Sreesanth) શ્રીસંથ પર સાત વર્ષનો પ્રતિબંધ પૂરો થઈ ગયો છે. ઇન્ડિયન (Indian Premier league)પ્રીમિયર લીગ દરમિયાન 2013માં તેમના પર ફિક્સિંગનો આરોપ મૂકાયા પછી ભારતીય ક્રિકેટ (BCCI) કન્ટ્રોલ બૉર્ડે આ પ્રતિબંધ મૂક્યો હતો. શ્રીસંથ આરોપોમાંથી મુક્ત થઈ ગયો હતો અને તેના પરનો પ્રતિબંધ પણ સમાપ્ત થઈ ગયો છે. તેનું લક્ષ્ય ભારતીય ટીમમાં કમબૅક (Comeback) કરવાનું છે અને આ માટે તે પહેલા ક્લબ ક્રિકેટ રમવા માગે છે.

પ્રતિબંધ ખસેડાયા પછી તેણે જાહેરાત કરી હતી કે હવે તે આઝાદ છે અને ટૂંક સમયમાં જ મેદાન પર કમબૅક કરવા માગે છે. તેણે તાજેતરમાં જ મેચ રમવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. શ્રીસંથે કહ્યું કે, "મને કૉલ કરો અને હું આવી જઈશ, હું ક્યાંય પણ ક્રિકેટ રમવા માટે તૈયાર છું."

વર્ષ 2007માં ટી20 વિશ્વકપ અને પછી 2011માં શ્રીસંથ વનડે વર્લ્ડ કપ જીતનારી ટીમનો પણ ભાગ બન્યો હતો. આઇપીએલમાં ફિક્સિંગ મામલે તેના પર સાત વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે હવે સમાપ્ત થઈ ગયો છે. ભારત તરફથી શ્રીસંથ કુલ 27 ટેસ્ટ અને 53 વનડે મેચ રમ્યો છે જ્યારે 10 ટી20 ઇન્ટરનેશનલમાં તે ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઉતરી ચૂક્યો છે. ટેસ્ટમાં 87, વનડેમાં 75 અને ટી20માં શ્રીસંથના નામે 7 વિકેટ છે.

શ્રીસંથે કહ્યું કે, "હું ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકામાં એજન્ટ સાથે વાત કરી રહ્યો છું કારણકે હું આ દેશોમાં ક્લહ સ્તરે ક્રિકેટ રમવા માગું છું. મારો લશ્ર્ય વર્ષ 2023માં ભારતીય ટીમ તરફથી વર્લ્ડ કપ રમવાનો છે. મારી હજી એક ઇચ્છા છે કે એક મેચ હું લૉડ્સમાં રમવા માગું છું. એમસીસી જ્યારે રેસ્ટ ઑફ વર્લ્ડ ટીમ વિરુદ્ધ રમે તો હું તે મેચમાં સામેલ થવા માગું છું."

s sreesanth sreesanth cricket news sports sports news