સ્પોર્ટ્સ ફિક્સરોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ : મિયાંદાદ

05 April, 2020 01:06 PM IST  |  Lahore | Agencies

સ્પોર્ટ્સ ફિક્સરોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ : મિયાંદાદ

જાવેદ મિયાંદાદ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન જાવેદ મિયાંદાદનું કહેવું છે કે જે લોકો સ્પોર્ટ્સ ફિક્સિંગ કરે છે એ ખૂન કર્યા જેવું કૃત્ય છે, માટે એ ભ્રષ્ટાચારીઓને ફાંસીએ લટકાવી દેવા જોઈએ. આ વિશે વાત કરતાં મિયાંદાદે કહ્યું કે ‘સ્પોર્ટ્સ ફિક્સિંગમાં સામેલ હોય એવા લોકોને સજા મળવી જોઈએ. સ્પોર્ટ્સ ફિક્સરોને ફાંસીએ લટકાવી દેવા જોઈએ, કેમ કે એ કોઈકના ખૂન કરવા જેવું કૃત્ય છે એટલે એની સજા પણ એ પ્રમાણેની જ હોવી જોઈએ. આમ કરીને લોકોને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ જેથી ભવિષ્યમાં લોકો આવું કામ કરતાં ડરે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ વિશે કોઈ કડક પગલાં નથી લેતું અને જે લોકો આવા પ્લેયરોને પાછા ગેમમાં લઈ આવે છે તેઓ ઘણી મોટી ભૂલ કરે છે. મારા મતે જે લોકો આવું ભૂલભર્યું કામ કરે છે એ લોકો પોતાનાં માતા-પિતા અને પરિવાર પ્રત્યે પણ વફાદાર નથી હોતા. માનવતાની દૃષ્ટિએ આ કામ જરાય સારું નથી અને એ લોકોને જીવવાનો કોઈ અધિકાર પણ નથી. આવા લોકો ભ્રષ્ટાચારથી પૈસા બનાવી લે છે અને પછી પાછા ગેમમાં કમબૅક કરી લે છે.’

મિયાંદાદના આ આક્રોશમાં શાહિદ આફ્રિદીએ પણ સાથ પુરાવ્યો હતો અને પીસીબી દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં ન લેવાતાં હોવાની વાતને સર્મથન આપ્યું હતું.

pakistan cricket news sports news sports