આઇ ઍમ સૉરી, આવું ફરી નહીં થાય : સરિતા

28 October, 2014 05:46 AM IST  | 

આઇ ઍમ સૉરી, આવું ફરી નહીં થાય : સરિતા


સાઉથ કોરિયાના ઇંચિયોનમાં એશિયન ગેમ્સમાં જજોના નિર્ણયોનો વિરોધ કરવા બદલ પ્રતિબંધનો સામનો કરી રહેલી મહિલા બૉક્સર સરિતા દેવીએ ગઈ કાલે ઇન્ટરનૅશનલ બૉક્સિંગ અસોસિએશન (AIBA) સમક્ષ માફી માગી હતી. બૉક્સિંગ ઇન્ડિયાએ પણ AIBA સમક્ષ સરિતા દેવી પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા વિરુદ્ધ મૂકવામાં આવેલો અસ્થાયી પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરી છે. દરમ્યાન સ્ર્પોટ્સ મિનિસ્ટ્રીએ પણ બૉક્સિંગ ઇન્ડિયાને સરિતા દેવી તથા ત્રણ કોચ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવવાની દિશામાં કાર્ય કરવા માટે તથા ખ્ત્ગ્ખ્ને જવાબ આપવા માટે ખેલાડી તથા કોચોને મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે.

સરિતા દેવીએ પોડિયમ પર મેડલ સ્વીકારવાની ના પાડતાં AIBA દ્વારા આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સરિતા દેવીએ ખ્ત્ગ્ખ્ને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘હું માનું છે કે આ ઘટના થવી જોઈતી નહોતી. આ ઘટના માટે હું ખેદની લાગણી વ્યક્ત કરું છું તેમ જ એનું પુનરાવર્તન નહીં થાય એની ખાતરી આપું છું. મને મારી ભૂલનો અહેસાસ થતાં જ મેં ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા સમક્ષ માફીપત્ર મોકલ્યો હતો તેમ જ મારો બ્રૉન્ઝ મેડલ સ્વીકાર્યો હતો.’

સરિતા દેવી પર મૂકવામાં આવેલા પ્રતિબંધને કારણે તે આવતા મહિને શરૂ થતી વલ્ર્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં પણ ભાગ નહીં લઈ શકે.